12 વર્ષની બાળકી નવમા માળેથી પડી જતાં થયું મોત, કારણ જાણીને તમારી આંખમાં પણ આસું આવી જશે
ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં એક ઇમારતના નવમા માળેથી પડી જતાં 12 વર્ષની એક બાળકીનું મોત થયું છે. પોલીસે જણાવ્યું કે બાળકી બાલ્કનીમાં ફસાયેલા એક કુતરાને બચાવવાનો પ્રયાસ કરી રહી હતી. જેના કારણે તે નવમા માળેથી નીચે પડી ગઈ હતી.
સાતમા ધોરણમાં ભણતી બાળકીનું નામ જ્યોત્સના છે. ઘટના સમયે તે તેના કૂતરા સાથે ઘરની અંદર રમી રહી હતી. અચાનક છોકરીનું પાલતુ કૂતરું બાલ્કનીમાં જાળીમાં ફસાઈ ગયું. જેને બચાવવા માટે છોકરી બાલ્કનીમાં આવી હતી.
છોકરી કુતરાને જાળમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે અચાનક તેનું સંતુલન ખોરવાઈ ગયું અને તે કુતરા સાથે નવમા માળેથી નીચે પડી ગઈ. પોલીસે જણાવ્યું કે આ ઘટના દિલ્હી નજીક ગાઝિયાબાદમાં ગૌર હોમ્સ હાઉસિંગ સોસાયટીમાં બપોરની આસપાસ બની હતી.
ઘટના સમયે બાળકીની માતા ઘરે હતી અને જ્યારે તેઓએ બાળકીના પડવાનો અવાજ સાંભળ્યો ત્યારે તે અચાનક પુત્રીને જોવા દોડી આવી હતી. મહિલાએ ફ્લોર પરથી જોયું તો તેની પુત્રી લોહીથી લચપચ જોવા મળી હતી અને તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગઈ હતી જ્યાં તેનું મૃત્યુ થયું હતું. ઘટના સમયે બાળકીના પિતા ઘરે ન હતા. કુટુંબના પાલતુ કુતરાનું પણ ત્યાં મૃત્યુ થયું. અધિકારીઓએ જણાવ્યું કે માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ઘટનાની તપાસ શરૂ કરી.