ઘરની શુશોભનમાં વધારવા વ્યક્તિ વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે અલગ અલગ વસ્તુ લાવી શુશોભન કરે છે. વાસ્તુ મુજબ હાથીને એશ્વર્યનું પ્રતિક માનવામાં આવે છેઘરની ઉત્તર અને દક્ષિણ દિશામાં લાલ રંગનો હાથી રાખવાથી સમાજમાં માન-સમ્માન અને યશ પ્રાપ્ત થાય છે.
પોતાના વ્યક્તિગત યશ માટે પણ દક્ષિણ દિશામાં લાલ હાથી રાખવો જોઈએ. પણ જો તમે તમારા ધંધા કે પેઢીના યશ તેમજ પ્રતિષ્ઠા વધારવા માગતા હોવ તો તમારે ઉત્તર દિશામા લાલ હાથીની મૂર્તિ મુકવી શુભ છે. આમ કરવાથી તમને લક્ષમાં સફળતા મળશે.
વિદ્યાર્થી વર્ગ જેને અભ્યાસમાં ધારેલી સફળતા ન મળે, અથવા કારકિર્દી બનાવવામાં અસફળ રહે એવા વિદ્યાર્થીએ પોતાના સ્ટડી રૂમ કે સ્ટડી ટેબલ પર ઉપરની તરફ સૂંઢ ઉઠાવેલા હાથની મૂર્તિ કે ફોટો રાખવાથી પણ શુભ પરિણામ મળે છે. ફેંગશુઈમાં હાથીને બૌદ્ધિક ક્ષમતા વિકસિત ધ્યાન કેન્દ્રિત કરનાર અને સફળતાનું પ્રતિક ગણ્યો છે.
દરેક વ્યક્તિ ઇચ્છે છે કે પોતાને જીવનમાં ખૂબ સફળતા મળે. આ માટે ઘરના મુખ્ય દરવાજા પર સૂંઢ ઉઠાવેલા હાથીનું ચિત્ર અથવા તો મૂર્તિ લગાવવી જોઈએ. આમ કરવાથી તમારું સમ્માન, સુખ અને આવનારા જીવનમાં સફળતા મળશે.
હાથીને હંમેશા ચાલ ચાલવાનું પસંદ હોય છે. તેવી જ રીતે વ્યક્તિ પણ ઇચ્છે છે કે તેની જ મરજી બધે ચાલે. જો તે પોતાની ઓફિસમાં અથવા ઘરમાં મસ્તીથી ચાલતા હાથીની તસ્વીર કે મૂર્તિ રાખશે તો તમારી ઇચ્છા જલદી પૂરી થશે.
ઘર પરિવારમાં, અવારનવાર ઝઘડા થતા હોય, જીવનમાં માનસિક તણાવ રહેતો હોય તો હાથીની જોડીને બેડરૂમની ઉત્તર દિશામાં રાખવું જોઈએ. તેનાથી પતિ-પત્નીના જીવનમાં સુખ આવે છે. બન્ને વચ્ચેનો પ્રેમ વધે છે. હાથીની જોડી મુકતી વખતે એ બાબતનું ધ્યાન રાખવું કે બન્ને હાથીના મોઢા એકબીજાની સામે હોય. એકબીજાની પીઠ સામે હશે તો તેની અસર નકારાત્મક રહેશે.
ઘરમાં હાથીની મૂર્તિઓ રાખવાથી ઘરમાં સુરક્ષિત વાતાવરણ પૂરું પાડે છે અને ઘરના લોકોને ક્યારે પણ કોઈ પ્રકારની શારીરિક નુકશાન નથી પહોચતું. નિસંતાન દંપતી હાથીની મૂર્તિ ઘરમાં લાવે તો તેમને સંતાન પ્રાપ્તિ થાય છે. જો હાથીઓના સ્ટેચ્યુ લાવો તે સાત હાથી બનેલુ હોય તો સાત નંબરને સંતાન યોગ માનવામાં આવે છે.
ઘરમાં ચાંદી કે પિત્તળના હાથીની મૂર્તિ રાખવી શુભ છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ, બેડરૂમમાં ચાંદીના હાથીની મૂર્તિ રાખવાથી રાહુ સંબંધિત તમામ દોષ દુર થઇ શકે છે.ઘરમાં હાથીનો ફોટો કે મૂર્તિ રાખવાથી પોઝીટીવ એનર્જીનો વાસ થાય છે અને ધન સમૃદ્ધીમાં વૃદ્ધી થાય છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…