ખાણીપીણી ના એવા એકમો કે જે કોઈ પણ મહિલા કે પુરુષ એકદમ નજીવા રોકાણ થી શરૂ કરી શકે.
ઘણા લોકો ને એવી ઇચ્છા હોય છે કે આપણો પણ એક નાનો એવો ધંધો હોવો જોઈએ. પરંતુ સામાન્ય રીતે સૌથી મોટી સમસ્યા રોકાણની હોય છે. આજના યુગમાં મોટા રોકાણ સિવાય સારો ધંધો કરવો અશક્ય છે એવું લોકો માને છે. પરંતુ આજે અમે તમને જણાવી દઈએ કે આ એવા ધંધા છે કે જે તમે ખૂબ જ નજીવા રોકાણથી શરૂ કરી શકો છો, અને સારા પૈસા કમાઇ શકો છો.
કુકિંગ ક્લાસીસ.
જે લોકો ખાવાનું બનાવવામાં ખૂબ જ કુશળ હોય અને બીજા ને ખાવાનું બનાવતા શીખવાડી શકતા હોય તેવા લોકો માટે કૂકિંગ ક્લાસીસ નો બિઝનેસ ખૂબ જ સુંદર ઓપ્શન છે. આ બિઝનેસ તમે તમારા ઘરથી સ્ટાર્ટ કરી શકો છો કોઈપણ મોટા ઇન્વેસ્ટમેન્ટ વગર.
જ્યુસ શોપ.
કોરોનાવાયરસ ને કારણે હવે લોકો ધીમે ધીમે હેલ્થ તરફ વધારે ધ્યાન આપવા માંડયા છે. તાજા ફળોનું જ્યૂસ શરીરમાં એનર્જી આપે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. ફળોના રસને દુકાન એક એવો ઓપ્શન છે કે જેનો રો મટીરીયલ એટલે કે ફળો તમને તમારા નજીકમાં જ ફટાફટ મળી જશે અને એમાં તમારે વધારે રોકાણ ની પણ જરૂર ની પડે.મોટી ઉંમરના વ્યક્તિઓ માટે અથવા તો મહિલાઓ માટે આ એક સુંદર ઓપ્શન છે.
અથાણા બનાવી ને વેચવા.
જે લોકો ધંધા માટે વધારે પડતું રોકાણ કરવા માંગતા ન હોય તેમના માટે અથાણું બનાવી ને વેચવું એ પણ એક સારો ઓપ્શન છે. કોઈપણ જાતની વધારાની ટ્રેનિંગ વગર આવ્યો છે તમે ડાયરેક્ટ તમારા ઘરે થી સ્ટાર્ટ કરી શકો છો. અને લોકો પણ બ્રાન્ડેડ કંપનીઓ કરતા ઘરમાં બનાવેલા અથાણા પર વધારે વિશ્વાસ મૂકે છે.
ચોકલેટ બનવાનો બિઝનેસ.
ચોકલેટ બનાવી ને એ પણ એક સારો ધંધો છે. મહિલાઓ આસાનીથી ઘરે ચોકલેટ બનાવી ને વેચી શકે છે. આજકાલ એમ પણ હેન્ડમેડ ચોકલેટ નો ક્રેઝ વધારે ચાલ્યો છે. હોમમેડ ચોકલેટ બનવતા શીખવા માટે તમે ઇન્ટરનેટ નો સહારો લઈ શકો છો. તમને ઘણી બધી વેરાયટી ની ચોકલેટ ની રેસએપી ઓનલાઇન જોવા મળશે.
પાપડ બનાવી ને વેચવા.
પાપડ એ એક એવી વસ્તુ છે કે ભારત ના લગભગ તમામ ઘરો માં જોવા મળે છે. અને તેમ ઘણી અલગ અલગ વેરાઈતિઓ જોવા મળે છે. આજ કાલ તો પાપડ નું એક્સપોર્ટ પણ થઈ રહ્યું છે. જો તમારા માં સારા પાપડ બનવાની ક્ષમતા હોય તો તમે પણ આ ધંધા માં હાથ અજમાવી શકો છો. પાપડ નો ધંધો તમે ખૂબ જ ઓછા રોકાણ દ્વારા ઘરે બેઠા બેઠા જ શરૂ કરી શકો છો.
નમકીન નો વેપાર.
ફરસાણ બનાવી ને તેનું વ્યવસ્થિત પેકિંગ કરી ને તમે તમારા ઘર ની આસપાસ અથવા કોઈ દુકાન વાળા ને હોલસેલ માં પણ વેચી શકો છો. જો તમે ફરસાણ ની કવોલેટી માં પૂરતું ધ્યાન આપશો તો પછી તમારો ધંધો આગળ વધતાં કોઈ રોકી શકશે નહીં. લોકો સારી વસ્તુ નું ખુદ જ માર્કેટિંગ કરતાં હોય છે.