ધાર્મિક

ઘરના વડીલો આમ જ નથી કહેતા લીંબુ મરચાં લગાવવાનું, તેની પાછળ છે આ કારણ, અહી ક્લિક કરી જરૂર જાણો

મોટાભાગે આપણે જોઇએ છીએ કે દુકાન ઘર અને સંસ્થાઓની બહાર લવિંગ લીંબુ અને મરચાં લટકાવીને રાખે છે. એવી માન્યતા છે કે ઘર પર લીંબુ અને મરચા લટકાવવાથી ખરાબ નજર લાગતી નથી. એવું માનવામાં આવે છે કે લીંબુનો ખાટ્ટો અને મરચાં નો તીખો સ્વાદ ખરાબ નજર વાળી વ્યક્તિની એકાગ્રતા ભંગ કરી દે છે. જેના કારણે એ વધારે સમય પર ઘર અથવા દુકાનને જોઇ શકતા નથી.

ઘરના વૃદ્ધ લોકો એવી સૂચના આપે છે કે જો રસ્તામાં ક્યાંક લીંબુ મરચા પડ્યા હોય તો ભૂલથી પણ તેમને ઓળંગવા ન જોઈએ અથવા તેના પર પગ મૂકવો જોઈએ નહીં. આનાથી તમારા પર નકારાત્મક ઉર્જાની અસરો થઈ શકે છે.પૈસા અથવા ઘરમાં નકારાત્મક ઉર્જાની અસરોને દૂર કરવા માટે તેઓ આમ કરે છે. ઘણી વાર લોકો લીંબુ મરચાના ટોટકા કર્યા બાદ રસ્તા પર ફેંકી દે છે જેથી તેના સંપર્કમાં આવતા અન્ય લોકો તેનાથી પ્રભાવિત થાય.

પાણી ન મળે તો લીંબુનો રસ કાઢીને પી લેતા:

આ બધી વાતો વચ્ચે સત્ય કઈક અલગ છે. જો કે તમે બધા જ જાણો છો કે પહેલાંના જમાનામાં કાચા રસ્તા હતા. લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે બળદગાડું કે ઘોડાગાડી જેવા વાહનનો ઉપયોગ કરતા હતા. તેવામાં એ લોકો પોતાની ગાડીમાં લીંબુને મરચા લટકાવીને ચાલતા હતા, આના બે કારણ હતા. પહેલું કારણ રસ્તામાં પાણી ન મળે તો લીંબુનો રસ કાઢીને પી લેતા હતા જેથી શરીરને રાહત મળતી હતી. ખાસ કરીને ગરમીમાં લીંબુને સાથે રાખવું ખૂબ લાભકારક હતું.

સાપના ઝેરની તપાસ કરવાનો ઉપાય:

બીજું કારણ એ છે કે આ કાચા અને જંગલના રસ્તામાં સાપ કરડવાનો ડર પણ રહેતો હતો. આવામાં કારડેલો સાપ ઝેરીલો હતો કે નહીં તે જોવા માટે મરચાનો ઉપયોગ થતો હતો. જો મરચું ખાવાથી જીભ પર કોઈ સનસની કે બળતરાં થાય નહીં તો સમજવું કે સાપ ઝેરીલો હતો. અને જો મરચાની બળતરા જીભ પર થાય તો સમજવું કે સાપ ઝેર વગરનો હતો. જોકે આ ઝેરની તપાસ કરવાનો ઉપાય કેટલો કારગર હતો એ તો એ લોકો જાણે.

તો બીજી બાજુ આ પાછળ વૈજ્ઞાનિક માન્યતા છે કે જ્યારે આપણે મરચું લીંબ જેવી ચીજો જોઇએ છીએ તો એમના મનમાં એનો સ્વાદ મહેસૂસ કરવા લાગે છે. જેના કારણે એ વધારે સમય સુધી જોઇ શકતાં નથી અને ત્યાંથી એનું જલ્દી ધ્યાન હચાવી દે છે.

સાથે એવું પણ માનવામાં આવે છે કે લીંબુ મરચામાં કીટાણુનો નાશ કરે એવા ગુણ હોય છે જેને લટકાવવાથી ત્યાંનાં વાતાવરણમાં સકારાત્મક ઊર્જા સંચાર થાય છે.

આપણા દેશમાં વર્ષોથી દુકાન, ઘર અને કારમાં લીંબૂ-મરચાં લટકાવીને રાખવામાં આવે છે. આવુ માત્ર ખરાબ નજરથી બચાવા માટે કરવામાં આવે છે. ઘણા લોકો પોતાની દુકાનમાં લીંબુ મરચા એટલા માટે રાખે છે કારણ કે તેમના ધંધાને કોઈની ખરાબ નજર ન લાગી જાય. નકારાત્મકતા દૂર કરવા માટે મોટાભાગના લોકો લીંબુ મરચાનો ઉપયોગ કરે છે. હકીકતમાં, એવું માનવામાં આવે છે કે ઘરની બહાર લીંબુ મરચા લટકાવવાથી અન્ય લોકોની ખરાબ નજરથી આપણે બચી શકીએ છીએ.

મનોવૈજ્ઞાનિક માનવું છે કે લીંબૂ, તરબૂચ, સફેદ કોળુંં અને મરચાને તંત્ર ટૉટકામાં વિશેષ રૂપે વાપરવામાં આવે છે. લીંબૂનો ઉપયોગ ખરાબ નજર સાથે સંબંધિત બાબતોમાં કરાય છે. તેનું સૌથી મહત્વપૂર્ણ કારણ છે તેનો સ્વાદ. લીંબૂ ખાટુ અને મરચા તીખા હોય છે. બન્નેના આ ગુણ માણસની એકાગ્રતા અને ધ્યાનને તોડવામાં સહાયક છે.

આ એક મનોવૈજ્ઞાનિક છે કે આપણે આમલી, લીંબૂ જેવી વસ્તુઓને જોતા જ આપમેળે જ તેના સ્વાદનો અનુભવ આપણી જીભ પર થવા માંડે છે. જેથી આપણુ ધ્યાન બીજી વસ્તુઓથી હટીને માત્ર તેના પર ટકી જાય છે. કોઈની નજર ત્યારે કોઈ દુકાન કે બાળકને લાગે છે જ્યારે એ એકાગ્ર થઈને એકીટશે એને જુએ છે.

લીંબૂ-મરચા લટકાવવાથી જોનારાઓનું ધ્યાન તેના પર જાય છે અને તેમની એકાગ્રતા ભંગ થઈ જાય છે. એવામાં વ્યાપાર પર ખરાબ નજરની અસર થતી નથી. સાથે જ આ પણ કહેવાય છે કે લીંબૂ નેગેટિવ એનર્જીને શોષી લે છે અને વાતાવરણને સકારાત્મક ઉર્જાથી ભરેલું બનાવી રાખે છે.

વૈજ્ઞાનિક કારણ:

તો ચાલો આપણે સાચા વૈજ્ઞાનિક કારણ પર આવીએ જેના કારણે લીંબુ મરચા ઘર અને ગાડીમાં લગાવવાથી લાભ મળે છે. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે લીંબુ અને મરચા બન્નેમાં વિટામીન સી અને અન્ય મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. આવામાં જ્યારે આ બન્નેમાંથી દોરો પરોવવામાં આવે છે ત્યારે તે બધા વિટામિનને શોષી લે છે. પછી એ વિટામિન હવાના માધ્યમથી વાતાવરણમાં ફરતા રહે છે અને આપણા શ્વાસ દ્વારા આપણા શરીરમાં દાખલ થાય છે. આ રીતે વિટામિન આપણા શરીરમાં પ્રવેશ કરે છે. બસ આજ કારણ છે લીંબુ અને મરચાને દોરામાં બાંધીને ઘર કે બીજે ક્યાંય લટકાવવાથી લાભ મળે છે.

જોકે ભારતમાં લોકો આ કારણ નથી સમજતા અને વ્યર્થ શ્રદ્ધાથી ચાલીને પ્રયોગ કરે છે. કોઈ સારું કાર્ય થાય તો લીંબુ મરચાં લગાવી દે છે કાં પછી ખરાબ નજરથી બચવા માટે તેનો ઉપયોગ કરે છે. તમે હવે આનો વૈજ્ઞાનિક લાભ જાણી ચૂક્યા છો તો એને એ માટે ન લગાવો કે તમે કોઈ જાદુ કે અંધવિશ્વાસમાં માનો છો. પરંતુ એ માટે લગાવો કેમ કે તે તમારા સ્વાસ્થ્યને લાભકારક છે. અમને આશા છે કે તમને આ જાણકારી પસંદ આવી હશે. તમે આ જાણકારી બીજા સાથે શેર કરી જાગૃતતા લાવી શકો છો.

લીંબુની સુગંધ સમગ્ર વાતાવરણને શુદ્ધ અને સુગંધિત કરીને તેને એમ જ જાળવી રાખે છે અને લીંબુની સુગંધ સમગ્ર વાતાવરણમાં હોવાના લીધે કીડા-મકોડા પણ દુર ભાગી જાય છે. આમ લીંબુની સુગંધથી કીડા-મકોડા દુર થઈ જતા હોવાના લીધે તેમના દ્વારા ફેલાતા રોગોનું પ્રમાણ ઓછું થઈ જાય છે. લીંબુ અને મરચાના લટકણમાં રહેલ મરચાની પણ તીખી સુગંધ હવાને સ્વચ્છ બનાવી રાખે છે, જેના દ્વારા આપને થતી બીમારીઓ આપણા થી દુર રહેશે.

[quads id=1]

Related Articles

Back to top button