ગુજરાત

ધનલાભ થતાં પહેલા ઘરની બહાર જતાં જ દેખાય છે આ શુભ સંકેત, જોઈ લો કાઇ તમને તો નથી મળતા ને આ સંકેત..

નમસ્કાર મિત્રો આજના લેખમાં આપણે વાત કરીશું કે ઘરની બહાર નીકળતા જો તમને આ વસ્તુ જોવા મળે તો થતાં લાભ અને સંકેતો.તો તેના વિષે જાણીએ. ભારતીય શાસ્ત્રમાં કહ્યા અનુસાર જો કોઈ વ્યક્તિ બહાર જાય તો એમને પાછળથી ટોકવું કે બોલાવવું નહિ આમ કરવાથી જે કામ માટે જાય તે કામમાં અડચણ આવે છે.

જો આપને ઘરની બહાર નીકળતા જ સફેદ ગાય દેખાય તો તે શુભ સંકેત હોય છે. જો તમને ઘાસ ખાતી ગાય દેખાય તો સમજી લેવું કે તમારી પાસે ટુંક સમયમાં ધન આવવાનું છે અને તમારી આર્થીક તંગી દુર થવાની છે.જો સવારના સમયે કોઈ વ્યક્તિ તમને દૂધ લઈ જતા દેખાય તો તે શુભ સંકેત છે અને ટુંક સમયમાં જ લગ્ન થશે એ તરફ ઈશારો થાય છે. ક્યાંક બહાર તમને શેરડી ટ્રકમાં દેખાય તો પૈસા આવવાનો સંકેત છે.

સવાર ના સમયે શંખ, ઘંટડીઓ અથવા કોઈ પણ મધુર અવાજ સંભળાય તો તમારા ભાગ્ય ખુલશે. ક્યાંક બહાર યાત્રા કરતા સમયે જો અચાનક થી તમારી સામે વાંદરો આવી જાય તો સમજી લો કે તમને ધનલાભ થવાનો છે અને તમારા ઉપર ચઢેલ દેવું ઉતરવાનું છે. જો રાતના સમયે સફેદ અથવા સોનેરી રંગના સાપ દેખાય તો જીવનમાં કોઈ નવા વ્યક્તિના આવવાના સંકેત છે.

જો રાતે આકાશમાં તૂટેલો તારા દેખાય તો જીવનના ખરાબ દિવસ જલ્દી પુરા થશે એ સંકેત છે. જો તૂટતા તારાને જોઈને કોઈ ઈચ્છા મનમાં બોલો તો તે ઈચ્છા જલ્દી જ પૂર્ણ થઇ જાય છે.જ્યારે કોઈ વ્યક્તિ ઘરની બહાર જાય ત્યારે છીંક ખાય,ત્યારે તેને અશુભ માનવામાં આવે છે,તેથી જો છીંક આવી હોય તો થોડા સમય પછી જ બહાર જવું.

બહાર જતી વખતે બિલાડી રસ્તો કાપે તો તેને અશુભ માનવામાં આવે છે. મનમાં એક ભય રહી જાય છે કે, કંઈક ખરાબ થશે.
ઘરની બહાર નીકતી વખતે રસ્તામાં કોઈ શવયાત્રા જોવા મળે તો તેને નમન કરી એમને મુક્તિ મળે એ માટે પ્રાથના કરવી. શવયાત્રાના દર્શન કરવા એ શુભ છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શવયાત્રા તમારી તમામ અધૂરી ઈચ્છા પૂરી કરે છે. તમારા અટવાયેલા કરી પૂરા થાય છે. ક્યારેય પણ શવયાત્રાને પ્રણામ કરવાનું ભુલવું નહીં.

સવારમાં ઓફિસ જતા હોય ત્યારે રસ્તામાં કોઇ નાનું બાળક અથવા કુંવારી કન્યા હસતા ચહેરાની સાથે સામે મળે તો તમારો દિવસ શુભ રહેશે. તમે જે કાર્ય કરવા જાવ તે પણ સફળતાપૂર્વક પૂર્ણ થશે. તમે કોઇ શુભ કાર્ય માટે બહાર જતા હોવ ત્યારે કોઇ સ્ત્રી પાણી અથવા દૂધથી ભરેલું પાત્ર લઇને સામે મળે તો સમજવું કે તેનાથી તમારું કાર્ય જરૂર સફર થશે. તમને સફળતા પણ મળશે અને હવે ધનની પ્રાપ્તી પણ થવાની છે.

ઘરની બહાર જતી વખતે પક્ષી આવીને ઘર પર કે આંગણામાં બેસે અને પાંખો હલાવ્યા વગર થોડીવાર બેસી રહે તો તે શુભ સંકેત છે. તમારા મનની બધી ઇચ્છા પુર્ણ થવાની છે તેમ સમજવું. જો તમે તમારા લગ્ન માટે છોકરી કે છોકરા જોવા બહાર જતા હોવ અને કોઇ લાલ સાડી પહેરેલી સ્ત્રી સામે દેખાય તો સમજવું કે તમને તમારો જીવનસાથી મળી જશે.

શનિવારે ઘરની બહાર જતી વખતે જો તમને કાળો કૂતરો જોવા મળે તો તે સારી બાબત છે. તેનો અર્થ એ છે કે આજે શનિદેવ તમારી મદદ માટે હાજર રહેશે. જો શક્ય હોય તો તે કૂતરાને બિસ્કિટ અથવા અન્ય કોઈ વસ્તુ ખવડાવો. તેનાથી તમે જે કામ માટે ઘરની બહાર નીકળ્યા છો તે સારી રીતે પૂર્ણ થાય છે. શનિવારે કાળા કૂતરાને ઘી લગાવેલી રોટલી ખવડાવવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

શનિવારે સવારે જો તમને કોઈ સફાઈ કામદાર અન્ય જગ્યા પર સફાઈ કરતા જોવા મળે છે તો તે સારા નસીબની નિશાની છે. તેનો અર્થ એ છે કે તમારો આખો દિવસ સારો પસાર થશે.સવારમાં સફાઈ કામદાર જોવા મળવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યારે શનિવારે તમને આ સફાઈ કામદાર જોવા મળે તો તમે તેને કેટલાક કપડાં, પૈસા અથવા ખાદ્ય ચીજો જરૂર આપો. તેનાથી તમારું તે દિવસે કરેલું કાર્ય જરૂર સફળ થશે.

ઘરની બહાર નીકળતી વખતે ઘોડો, હાથી અને નોળિયો જોવા મળે તો તેને શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે યાત્રા દરમિયાન આ પ્રાણી દેખાવવાથી યાત્રા સફળ બને છે. કાદવવાળો કૂતરો,જો તમે કોઈ કૂતરો રસ્તામાં કાદવમાં લપેટાયેલો જોશો અને તે તમારો રસ્તો કાપી નાખે છે તો તે અશુભ છે. તમારા જીવનમાં દુઃખનું પ્રમાણ વધવાનું છે.

શાસ્ત્રો મુજબ જે ઘરની સામે કૂતરું રડે છે એ ઘર માં ખૂબ મોટી સમસ્યા આવવાની શક્યતા છે. કુતરા નું રડવું અશુભ માનવામાં આવે છે.તમે ક્યાંક જાવ છો અને અચાનક ગાયનો ટોળું જોવા મળે તો તમારો રસ્તો રોકે છે તો તમારે ત્યાં જ રોકાઇ જવું જોઈએ.

જો કોઈ કાળી ભેંસ અથવા આપણી આસપાસ રહેતો કાળા રંગનો કૂતરો મરી જાય તો સમજી લો કે આ શનિદેવનો ક્રોધ છે.શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે શનિદેવના ક્રોધને કારણે ભવિષ્યમાં કંઈક ખરાબ થઈ શકે

Gayatri Patel

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago