સમાચાર

અવાજ આપીને ગેટ ખોલાવ્યો, બંધુક ની અણી એ કરવામાં આવી આશરે 1 કરોડની લૂંટ

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક ઘરમાં ઘુસીને ચોરોએ પરિવારના તમામ સભ્યોને બંધક બનાવ્યા હતા. ત્યારબાદ તે ઘર માં રાખેલા પૈસા અને ઝવેરાત લૂંટીને તે નાસી ગયા હતા. આ ઘટના બાદ વિસ્તારમાં સનસનાટી ફેલાઈ હતી અને ઘરની બહાર લોકોની ભીડ એકઠી થઈ હતી. તે જ સમયે, પોલીસ આ કેસની તપાસ કરી રહી છે અને લુંટેરાઓની શોધ કરી રહી છે. સમાચાર અનુસાર બુધવારે ગાઝિયાબાદના ટ્રોનિકા સિટિ ક્ષેત્રની અનસલ કોલોનીમાં છ સશસ્ત્ર લૂંટારૂઓએ ધોળા દિવસે છોટે ખાનના મકાને જઇ બંધુક ની અણી એ લુંટ ચલાવી હતી.

છોટે ખાન એક પ્રોપર્ટી બિઝનેસમેન છે અને અંસલ કોલોનીમાં તેના પરિવાર સાથે રહે છે. ગઈકાલે બપોરે તેના ઘરે છ લૂંટારૂઓ ઘુસી ગયા હતા. જે બાદ લુંટેરાઓએ ગનપોઇન્ટ પર ઉદ્યોગપતિના પરિવારને બંધક બનાવી એક કરોડ રૂપિયા અને ઝવેરાત લૂંટી લીધા હતા. લૂંટાયેલી રકમમાં ભાડૂતના 50 લાખ રૂપિયા પણ શામેલ છે. જે રકમ તેણે ઘર ખરીદવા માટે રાખી હતી.

ચોરી કર્યા બાદ આ બદમાશો ભાગી ગયા હતા. ત્યારબાદ પરિવારજનોએ તુરંત પોલીસને બોલાવી હતી. લૂંટની માહિતી મળતા જ એસએસપી સહિત અન્ય પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. એસએસપીએ પોલીસ સ્ટેશન અને ક્રાઈમ બ્રાંચ સહિ‌ત ચાર ટીમો બનાવીને આ કેસમાં તપાસ શરૂ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે મૂળ ટ્રોનીકા સિટી થાનાક્ષેત્રના ગામ પાબી સાદકપુરના રહેવાસી છોટે ખાન ટ્રોનિકાસિટીમાં પરિવાર સાથે રહે છે. ત્રણ માળના મકાનના પહેલા માળે છોટે ખાનનો પરિવાર રહે છે. તેનો ભાઈ મોઇનુદ્દીન તેમની સાથે પહેલા માળે રહે છે. મોઇનુદ્દીનનો પરિવાર ગામમાં જ રહે છે. જ્યારે ઘરના બીજા માળે બેહતા ગામનો રહેવાસી સાજિદ લગભગ ત્રણ વર્ષથી ભાડા પર રહે છે. સજીદની ટ્રોનિકામાં પાઇપ ફેક્ટરિ છે.

બુધવારે છોટે ખાન અને તેનો ભાઈ મોઇનુદ્દીન ખુશાલ પાર્ક કોલોનીમાં આવેલ ઓફિસે ગયા હતા. જ્યારે ભાડુઆત સાજીદ પરિવાર સાથે લગ્નમાં ગયો હતો.ઘરે ખાનના માંદા અને વૃદ્ધ પિતા, પત્ની, ચાર બાળકો અને ભત્રીજા શાહરૂખ ઘરે હાજર હતા. જેઓ પહેલા માળે રૂમમાં હતા. આ સમય દરમિયાન કોઈએ ઘરના દરવાજે અવાજ કર્યો. શાહરૂખે જેમ ગેટ ખોલ્યો તો છ સશસ્ત્ર બદમાશો તેમ તેને ગનપોઇન્ટ પર લઈ ગયા. આ પછી, પરિવારના તમામ સભ્યોને ગન પોઇન્ટ પર પણ પકડી લેવામાં આવ્યા હતા.

બંધી બનાવ્યા પછી, તેઓએ સૌથી મોબાઈલ છીનવી લીધા અને પછી રૂમમાં બંધ કર્યા. પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે, અપહરણ કરી એક લુંટેરો રૂમની બહાર ઉભો રહ્યો હતો. જ્યારે અડધો કલાકમાં પાંચ લુંટેરા એ ઘરના ત્રણ માળના બધા જ ખૂણા વીંછળી લીધા હતા. છોટે ખાનના રૂમમાંથી પાંચ લાખ રૂપિયા, ભાડૂતના રૂમમાં રાખેલા 50 લાખ રૂપિયા અને મકાનની મહિલાઓના ઝવેરાત લૂંટીને ફરાર થઈ ગયા હતા. બુધવારે બપોરના 2:30 એ આ સમગ્ર ઘટના બની હતી.

છોટે ખાનના કહેવા મુજબ તેને એક પ્રોપર્ટી વેચાવી હતી તેના 41 લાખ રૂપિયા મળ્યા હતા. જે વિક્રેતાને મોકલવાના હતા. જ્યારે ભાડુઆત સાજિદે પોલીસને જણાવ્યું કે તેણે મકાન ખરીદવું હતું. તે માટે તેણે 50 લાખ રૂપિયા ઘરમાં રાખ્યા હતા. આ સમગ્ર ઘટના વિશે માહિતી આપતાં એસએસપી અમિત પાઠકે જણાવ્યું હતું કે અડધો ડઝન સશસ્ત્ર લૂંટારૂઓ લૂંટ કરી છે. પીડિતાના 95 લાખની રોકડ લૂંટી હોવાનું જણાવ્યું છે. આ ઘટનાને શોધવા માટે અનેક ટીમો તૈનાત કરવામાં આવી છે. પોલીસ દરેક એંગલથી આ ઘટના ની તપાસ કરી રહી છે. ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે.

Ravi Viradiya

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago