ગમેતેવી મોટી અને ગંભીર સમસ્યા પણ થઈ જશે આ મંત્રથી ગાયબ, જાણી લ્યો નિત્યપૂજા નું મહત્વ
જ્યારે બ્રહ્માજી એ ગાયત્રીમાતાને ઉત્પન્ન કરતાં તે પહેલાં જ ગાયત્રી મંત્રની રચના કરેલી. જેના મંત્રના ઉચ્ચારણમાં એવા દિવ્ય, સુક્ષ્મ તરંગો ઉત્પન્ન થતા હોય છે. જેમાં ચાર વેદોનું સમસ્ત જ્ઞાાન સમાઈ જાય છે. વેદનો મુળ અર્થ જ્ઞાાન થાય. પ્રાચીન કાળનાં ભારતનાં રહસ્યજ્ઞાાન કે અધ્યાત્મ વિદ્યા જે ગ્રંથોમાં સંગ્રહીત થયું છે, તે ગ્રંથને વેદ કહે છે.
ગ્રંથમાં પણ જણાવ્યું છે કે છંદોમાં હું ગાયત્રી છું. આ ગૂઢ મંત્રની ઉપાસના ખરેખર તો ભગવાન સૂર્યદેવની ઉપાસના માટે જ છે .જો રોજ સવારે પૂર્વ દિશામાં ઉદય પામતા સૂરજ દેવતાને અદ્ય આપતાં, તમે ગાયત્રીમંત્રનું ભાવપૂર્વક સ્પષ્ટતાથી ઉચ્ચારણ કરો, સર્વ કષ્ટો, સર્વ રોગોમાંથી મુક્તિ મળે છે.
તેથી જ આ મહામંત્રને બધી ઇચ્છા પૂરી કરનારી કામધેનું સમાન ગણવામાં આવે છે. આ ગાયત્રીમંત્રને ભક્તિભાવ પૂર્વક સ્મરણ કરવાથી સાધક પુણ્યનાં ભાગીદાર તો જરૃર બને છે, પણ એ સાથે તે પરમાત્માને પ્રસન્ન કરવાનો માર્ગ પણ શોધી કાઢે છે.
પ્રણતથી સંપૂટિત છ ઓમકારથી ગાયત્રી મંત્રનો જાપ કરવામાં આવે તો સાધક રિધ્ધિ-સિધ્ધિ પ્રાપ્ત તો કરે છે, ગાયત્રી મહામંત્રનું એક નામ ‘ તારક મંત્ર’ પણ કહેવાયું છે. ‘તારક’ એટલે તારનાર, પાર ઉતારનાર. આ સંસાર રૃપી સાગરથી પાર ઉતારે, મોહમાયાનાં બંધનમાંથી મુક્ત કરે, આ ભવસાગરથી બેડો પાર લગાવે તે ગાયત્રીમંત્ર.
જે સંસ્કૃતની ભાષામાં અનેક ગાયત્રીના છંદમાં રચના થઈ છે. અહીં સૂર્ય- નારાયણ ભગવાનને પ્રાર્થનાનાં સૂરમાં પ્રણામ કરવામાં આવે છે. યજ્ઞાો પવિતનાં સંસ્કાર સમયે, બ્રાહ્મણનાં પુત્રને તેમનાં ગુરૃ દ્વારા કાનમાં ગાયત્રીમંત્રની દિક્ષા આપવાનો રિવાજ છે.
કેમકે ગાયત્રીમંત્ર ગુપ્ત મનાયો છે.
જે પ્રતિદિન ગાયત્રીમંત્રની ત્રણ માળા કરે છે. તેમના પર માતા ગાયત્રીની કૃપા અવશ્ય ઉતરે છે. તેના કોઈપણ જાતનાં આવી પડતા સંક્ટમાંથી બચાવ થઈ શકે છે. પણ એ સાથે તેને મા ગાયત્રીનું રક્ષણ સદાય મળતું રહે છે અને સંસારનાં આધિ-વ્યાધિ, ઉપાધિમાંથી શાતા અને મુક્તિ મળે છે.
ગાયત્રી મંત્રનો મહિમા અનંત છે. ગાયત્રી મંત્રના 24 અક્ષર એ માત્ર અક્ષર જ નથી, પણ 24 દેવીદેવતાઓના સ્મરણ બીજ છે. ગાયત્રી મંત્રની ઉપાસના દરેક પાપનો નાશ કરનારી,આધ્યાત્મિક સુખોથી લઈને ભૌતિક સુખોને આપનારી માનવામાં આવી છે. મંત્રમાં મનુષ્યનું જીવન બદલી નાખવાની દિવ્ય શક્તિ રહેલી છે.
ગાયત્રી મંત્રના કારણે રજોગુણી આત્મબળ વધવાથી મનુષ્યની ગુપ્ત શક્તિઓ જાગૃત થાય છે. જે સાંસારિક જીવનના સંઘર્ષમાં અનુકૂળ પ્રતિક્રિયા ઉત્પન્ન કરે છે. ઉત્સાહ, સાહસ, ર્સ્ફૂર્તિ, ચેતના, આશા, દૂરદર્શિતા, તીવ્ર બુદ્ધિ, તકની ઓળખ, વાણીમાં માધુર્ય, વ્યક્તિત્વમાં આકર્ષણ, સ્વભાવમાં સારાપણું જેવી અનેક વિશેષતાઓ વિકસિત થાય છે