ધાર્મિક

ગાંધીનગરના દેરાસરમાં થયો ચમત્કાર, દર વર્ષે આ દિવસે બને છે એવી ઘટના કે વિજ્ઞાન પણ છે અસમર્થ

આપણા દેશની અંદર ઘણા એવા મંદિરો છે જ્યાં આજે પણ ચમત્કારો અને સત્યના પરચાઓ દેખાય છે. જેનો ઉકેલમાં વિજ્ઞાનને પણ સમજ પડતી નથી. હાલ આવી જ એક ઘટના ગાંધીનગર હાઇવેના કોબા પાસે આવેલા જૈન દેરાસરમાં બની ગઈ.

ગાંધીનગર હાઇવે પર કોબા પાસે આવેલા મહાવીર જૈન દેરાસરમાં  22 મેના રોજ બપોરે બરાબર 2 અને 7 મિનિટી એક ખગોળીય ઘટના ઘટી. જે કોઈ ચમત્કારથી ઓછી ન ગણાય. આ ઘટનામાં મહાવીર સ્વામીની મૂર્તિ ઉપર સૂર્યનો તિલક થાય છે અને આ જોવા માટે હજારો શ્રદ્ધાળુઓ પણ ઉમટી આવ્યા, પણ આ કોરોના કાળના કારણે મોટી સંખ્યામાં ભક્તો હાજર ન હતા.

મળતી માહિતી અનુસાર આ ઘટના 1987થી આજ સુધી દેરાસરમાં જોવા મળે છે અને દર વર્ષે મે મહિનાની 22 તારીખે દિવસના 2 અને 7 મિનિટે આ ઘટના થાય છે. જ્યાં મંદિરમાં મહાવીર સ્વામીની મૂર્તિના ભાલ ઉપર સૂર્ય તિલક રચાય છે.

2.7 થી કે 2.10 ના ચાર મિનિટના સમયગાળામાં ચાલેલા આ ભાલ સૂર્ય તિલકને ઓનલાઇન અને સોશિયલ મીડિયાના માધ્યમથી હજારો લોકોએ જોયું હતું. આ વર્ષે કોરોનાના કારણે મંદિરમાં પ્રવેશ નિષેધ છે જેના લીધે ભક્તોએ આ અદભુત નજારો સોશિયલ મીડિયાના માધ્યમથી જોયો હતો.

1985માં 22મેના રોજ સાગર સમુદાયના ગચ્છાધિપતિ કૈલાસસાગર સૂરિશ્વરજી મહારાજ સાહેબ મુત્યુ પામ્યા હતાં અને અહી તેમને કોબા સ્થળમાં જ મહાવીર આરાધના ભવનમાં બપોરે 2 કલાકેને 7 મિનિટે અંતિમ સંસ્કાર કરાયો  હતો. ત્યાર પછી તેમની સ્મૃતિમાં જૈનાચાર્ય પદ્મસાગર સૂરિશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણા લઈ 1986માં આ જિનાલયની સ્થાપના કરી હતી.

આશરે આ વિશ્વનું એકમાત્ર જિનાલય કહી શકાય કે જ્યાં આ પ્રમાણે સૂર્ય તિલકનો નજારો જોવા મળે છે. સાથે જ આવી અદભૂત ઘટના જીવન માટે યશ, કીર્તિની સાથે પ્રગતિકારક બની રહે છે. દર વર્ષે 22મી મેના રોજ બપોરે 2.07 મિનિટે સૂર્ય કિરણ ભગવાન મહાવીર સ્વામીના ભાલ તિલક પર પડતાં જ પ્રકાશી ઉઠે છે. અહીં જૈનોના ચોવીસમાં તીર્થકર શ્રી મહાવીરસ્વામીની શ્વેત આરસની પદ્માસન મુદ્રાની 41 ઇંચની મૂર્તિની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરી છે.

અહી ઘણાં વર્ષોથી આ સૂર્ય તિલક થાય છે અને હજી સુધી કોઈ વાદળ કે કોઈપણ પ્રાકૃતિક વિપદાને કારણે સૂર્ય તિલક ન થયું હોય એવો પ્રસંગ હજી સુધી બન્યો નથી. એક વાર એવું બન્યું હતું કે બપોરે વાદળ એકદમ કાળા થઈ ગયા હતા અને સૂર્ય દેખાતો બંધ થઈ ગયો હતો. પણ બપોરે 2.05 મિનિટે વાદળ દૂર થઇ ગયા અને સૂર્ય તિલક થયો. આ કોઈ ચમત્કાર નથી પરંતુ શિલ્પ શાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રના સમન્વયથી બનતી ઘટના છે.

રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજીની પ્રેરણાથી ગણિતજ્ઞ અરવિંદસાગરજી મહારાજ સાહેબ અને અજયસાગરજી મહારાજ સાહેબે શિલ્પ-ગણિત અને જ્યોતિષ શાસ્ત્રના સમન્વયથી એવી રીતે આ દેરાસરનું નિર્માણ કર્યું છે. સૂર્ય તિલકની આ ઘટનાને સમજવામાં વિજ્ઞાન પણ હજી ઉકેલ શોધી શક્યું નથી.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago