ચમત્કાર! વાંજીયાને સંતાન આપનારી ગળધરા વાળી માં ખોડલનો જાણો સંપૂર્ણ ઇતિહાસ.. એકવાર વાંચી કરો તમારી દરેક ઈચ્છા પૂર્ણ
ગુજરાત સૌરાષ્ટ્રની ધરતી એટલે દેવી દેવતાઓની લોક કથાને ઉજાગર કરતું પ્રવાસ સ્થળ છે. જ્યાં હજી પણ ખોડિયાર માતાના પરચાઑ અને રાખેલ માનતા આજે પણ પૂરી થાય છે.ખોડિયારમાં એ ગુજરાતનાં ઘણા સમાજના કુળદેવી છે.
આસ્થાના પ્રતિક રૂપે ખોડિયારમાં દરેક લોકોની તકલીફ દુખ દૂર કરે છે. ખોડિયારમાના ચાર ધામોમાંનું એક ધામ એટલે ગળધરા.ગળધરા એ અમરેલી જિલ્લામાં ધારી ગામથી ૫ કી. મી ના અંતરે શેત્રુંજી નદીને કિનારે આવેલું છે. નદીની વચ્ચે પાણીનો ધરો આવેલો છે. તેને ગળધરો અથવા કાળીપાટ ઘુનો પણ કહેવાય છે.ત્યાં ઘુનાની બાજુમાં ઊંચી ભેખડો ઉપર રાયણનાં ઝાડ નીચે ખોડિયાર માતાની સ્થાપનાં થયેલી છે.
કથા અનુસાર ઘણા સમય પહેલા અહીં એક રાક્ષસ હતો જેનો સંહાર ખોડિયારમાંની સાતેય બહેનોએ કરી તે રાક્ષસને આ ખાંડણીયામાં ખાંડી દીધો. ત્યાર બાદ ખોડીયાર માતાએ પોતાનો મનુષ્યદેહ એ ધરામાં ગાળી નાખ્યો. ત્યારે માત્ર ખોડિયારમાંનો ગળાનો ભાગ દેખાતો હતો.તેથી તે ગળધરા કહેવાયું. ત્યાં હજી પણ સ્વયંભું ગળું બીરાજમાન છે. માઁના મસ્તકની પૂજા થાય છે.
આ મંદિરે આવતા ઘણા સંતો – મહંતોને અહીં માતાજીએ કન્યા રૂપમાં દર્શન આપ્યા છે. ચોથા સૈકામાં આ ધરો નાગધરાથી ઓળખાતો પણ ખોડીયાર માતાના દેહવિલય બાદ એ ગળધરો જ કહેવાય છે.એક કથા પ્રમાણે નવઘણને માતાજીએ અહીં જ દર્શન આપ્યા હતાં. (ઇ.સ. ૧૦૨૫) નવઘણ એ ખોડિયારમાં સંતાન હતા.
ખોડીયાર માઁની માનતા પૂરી થવાથી પુત્ર પ્રાપ્ત થયો હતો. રામદયાસને ૪૪ વર્ષ સુધી સંતાન ન હતું. ત્યારે તેમના પટરાણી સોમલદેવે આઇશ્રી ખોડીયાર માંને અરજ કરતાં માં પાસે પુત્ર પ્રાપ્તિની યાચના કરી. અને પટરાણીની શ્રદ્ધા સફર થઈ.
માઁ ખોડીયારની કૃપાથી જુનાગઢના રાજવીમાં નવઘણનો જન્મ થયો.
આમ જુનાગઢ રાજને ગાદીનો વારસ મળ્યો હતો. આથી ચુડાસમા રાજપૂતોએ પોતાની કુળદેવી તરીકે ખોડિયાર માતાજીને પુજવાનુ શરૂ કર્યુ હતું. રા’નવઘણ વારંવાર પોતાના રસાલા સાથે અહીં ગળધરા ખોડિયાર માતાજીએ દર્શન કરવા આવતો હતો.
જયારે રા’નવઘણ તેની બોલથી માનેલી બહેન જાસલ(જાહલ)ની મળવા માટે આવતા ત્યારે તે અહીંથી પસાર થતાં હતા તેમનો ઘોડો આશરે ૨૦૦ ફુટ ઉપરથી નીચે નદીમાં પડ્યો ત્યારે રા’નવઘણએ ખોડિયાર માતાજીનું નામ લેતા ખોડિયારમાં એ રક્ષા કરી હતી. જે સ્થળ હાલ પણ ઘુનાથી થોડે દુર છે. આમ શ્રી ખોડિયાર માતાજીનું પ્રથમ સ્થાનક આ ગળધરામાં આવેલું છે.
ગળધરા જવા માટે એસ.ટી બસો અને ખાનગી વાહનો પણ ઉપલબ્ધ છે. ચોમાસા દરમ્યાન અહીંનું કુદરતી સૌંદર્ય ખાસ માણવા લાયક હોય છે.આસપાસ પ્રકૃતિનું વાતાવરણ અને લીલુંછમ સોંદર્ય. સાથે જ શેત્રુંજી નદી ઉપર બાંધવામાં આવેલ ડેમ જે ખોડિયાર ડેમ તરીકે સૌરાષ્ટ્રમાં ઓળખાય છે. આ ડેમનું પાણી આજુબાજુ ગામનાં ખેડુતોને ખેતીમાં સિંચાઈમાં મદદ કરે છે.અમરેલી જીલ્લાની સૌથી મોટી નદી શેત્રુંજી છે.
અહીં લોકો ખુલ્લા પગે ચાલતા આવીને લાપસીની માનતા પણ રાખે છે. ખોડીયાર મંદિરની બાજુમાં હિંગળાજ માતાનું પણ મંદિર આવેલું છે જે 2 કીમી. દૂર છે. ત્યાં પણ કુદરતી દ્રશ્યોનો ભરપૂર નજારો જોવા મળે છે.ચોમાસામાં કુદરતી દ્રશ્ય જોતાં આપણને અહી જ રોકાઈ જવાનું માંન થાય. દિવાળી સમયે નવા વર્ષના દિવસે અહી ખોડિયાર ડેમ પર માનવ મહેરામણ દર્શન કરવા અલગ-અલગ જગ્યાએથી પહોંચી જાય છે.
અહીં મેળાઓ પણ યોજાય છે. નાસ્તા અને જમવાનું સેન્ટર પણ છે. આજુબાજુના ગામના લોકો રજાના દિવસે અહીંયા ભોજન પણ કરે છે. ખોડીયાર માતાજી મંગળવાર ના દિવસે પૂજા કરવામાં આવે તો તેની દરેક શ્રદ્ધા પુરી થાય છે. આવું જ એક સોરઠનું ગળધરા ખોડિયાર મંદિર ખૂબ જ પ્રખ્યાત છે. આ યાત્રાધામે લોકો દર ભાદરવી અમાસે માતાની પૂજા-અર્ચના કરવા માટે જાય છે.
માતાજીના મંદિરનો સમય સવારે છ વાગ્યાથી લઈને સાંજે ૭:૩૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રાખવામાં આવે છે. સામાન્ય રીતે અહીં બે વાર આરતી થાય છે. એક મંગલા આરતી સવારે ૫:૩૦ અને બીજી ૭:30એ નવરાત્રિમાં ત્રણ વાર થાય છે. ત્રીજી આરતી રાત્રે બાર વાગે થઈ છે. અહીંયા ખોડીયાર માતાજીના મંદિરની દીવાલ કાચથી મઢેલ છે.
આ સ્થળે ખોડિયાર ડેમ પણ ખૂબ જ મહત્વ છે. તેની સામે જ નદીના કાળા પથ્થરોમાં પાણીનો ઝરો વહે છે. દરેક શ્રદ્ધાળુઓ પોતાની માનતા પૂરી કરવા માટે અહીંયા દર્શન કરવા માટે આવે છે. આપણા સમાજમાં ઘણા લોકો ખોડિયાર માતાને પોતાની કુળદેવી તરીકે પુજે છે. માતાજી ઉપર ખૂબ જ શ્રદ્ધા રાખે છે.
જો કોઈ શ્રદ્ધા અને ભક્તિભાવથી ખોડીયાર માતાની પૂજા કરે તો તે પ્રસન્ન થાય છે. અને દરેકને સમસ્યા દૂર કરે છે. અને દરેક મનોકામના પૂરી કરે છે.ખોડિયાર માંનો જન્મ આશરે ૯મી થી ૧૧મી સદીમાં મહા સુદ આઠમના દિવસે થયો હતો, જેથી તે દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે.
નૈવેદ્યમાં આઇ ખોડિયારને મોટા ભાગે લાપસી ધરાય છે. ઉપરાંત તલવટ, ચોખા, ચૂરમું તેમજ સુખડી પણ ધરવામાં આવે છે. માતાનું શસ્ત્ર ત્રિશૂલ, વાહન મગર અને પ્રતીક દેવચકલી છે.આ નદીને કિનારે હાલ મોટુ મંદિર બનાવવામાં આવ્યુ છે. તેમજ ત્યાં રહેવાની વ્યવસ્થા પણ છે.