દેશવ્યવસાયસમાચાર

હાઈવે પરના ટોલ ટેક્સ કલેક્શનથી સરકાર માલામાલ, વસૂલાત થઇ 81 હજાર કરોડને પાર

હાઈવે પરના ટોલ ટેક્સ કલેક્શનથી સરકાર માલામાલ, વસૂલાત થઇ 81 હજાર કરોડને પાર

દેશના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સતત દોડતાં વાહનોએ સરકારની તિજોરી ભરી દીધી છે. ટોલ ટેક્સ વસૂલાતથી સતત કેન્દ્ર સરકાર માલામાલ બની રહી છે. છેલ્લા ત્રણ વર્ષમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે 81,227 કરોડ રૂપિયાથી વધુ એકત્ર કરી લીધા છે. લોકસભામાં ગઈકાલે ગુરુવારે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક પ્રશ્નના જવાબમાં ટોલ ટેક્સ વસૂલાતના આંકડા જાહેર કર્યા છે. જેમાં હાઈવે મંત્રાલયે 81,227 કરોડ રૂપિયાથી વધુ એકત્ર કર્યા હોવાનું જાણવવામાં આવ્યું છે.

વાસ્તવમાં, કોંગ્રેસના સાંસદ વી વૈથિલિંગમે છેલ્લા ત્રણ વર્ષમાં દેશમાં ટોલ પ્લાઝા દ્વારા વસુલાત કરવામાં આવેલ રકમની વિગતો માંગી હતી. તેમને અતારાંકિત સવાલમાં એવું પણ પૂછવામાં આવ્યું હતું કે ટોલ વસૂલાત માટે મુકદ્દમેબાજી સહન કરી રહેલ ટોલ પ્લાઝાની સંખ્યા કેટલી છે. કોંગ્રેસના સાંસદે રોડ પરિવહન અને હાઈવે મંત્રાલયને એમ કહેવા જણાવ્યું હતું કે શું ટોલ ટેક્સના દર ઘટાડવા માટે સમીક્ષા કરવાની તૈયારી છે.

તેના જવાબ આપતા કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે વર્ષ 2018-19માં 25092.38 કરોડ રૂપિયા, 2019-20માં 27636.05 કરોડ રૂપિયા અને 2020-21માં 28499.12 કરોડ રૂપિયાનો ટોલ વસૂલાત કર્યો હતો.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે દેશમાં કુલ 12 ટોલ પ્લાઝા પર વસુલાતને લઈને મુકદ્દમેબાજી માં ફસાયેલ છે. તેમાં લગભગ 76 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે. કેન્દ્રીય મંત્રીએ એ પણ કહ્યું હતું કે સરકારે એક દાયકા કરતાં વધુ સમય પહેલા બાંધવામાં આવેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગો માટે વસુલાતની સમીક્ષા કરવાનો કોઈ પ્રસ્તાવ નથી. આ પ્રકારે કેન્દ્રીય મંત્રીના જવાબથી સ્પષ્ટ છે કે મંત્રાલય હાલમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરના ટોલ વસૂલાતની સમીક્ષા કરવાના મૂડમાં નથી.

[quads id=1]

Related Articles

Back to top button