કોરોના વાયરસ સામેની લડાઈ હાલ સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. આ દરમિયાન અમેરિકાથી મોટા સમાચાર સામે આવ્યા છે. પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ કોરોનાથી સંક્રમિત થયા છે. તેને પોતે આ માહિતી આપી છે. તેણે પોતાના ટ્વીટમાં લખ્યું, ‘હું કોરોના પોઝિટિવ મળી આવ્યો છે. મને છેલ્લા કેટલાક દિવસોથી ગળામાં દુખાવો છે. જો કે, મને સારું લાગે છે. રાહતની વાત એ છે કે તેની પત્ની મિશેલને ચેપ લાગ્યો નથી. બીજી તરફ બરાક ઓબામા કોવિડ-19 પોઝિટિવ હોવાની માહિતી મળતાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને તેમના જલ્દી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે.
પીએમ મોદીએ કર્યું ટ્વીટ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે, “બરાક ઓબામા તમારા ઝડપી સ્વસ્થ થવા અને તમારા પરિવારના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે શુભકામના.”
My best wishes @BarackObama for your quick recovery from COVID-19, and for your family's good health and wellbeing. https://t.co/mCrUvXlsAp
— Narendra Modi (@narendramodi) March 14, 2022
જણાવી દઈએ કે બરાક ઓબામાના પ્રેસિડેન્ટ દરમિયાન પીએમ મોદી તેમને પોતાના મિત્ર ગણાવતા હતા. બંને વચ્ચેની કેમેસ્ટ્રી આખી દુનિયા માટે ચર્ચાનો વિષય હતી.
ઓબામાએ રસીકરણ અંગે કરી મોટી વાત
ઓબામાએ રવિવારે ટ્વિટ કરીને કહ્યું હતું કે, ‘મને છેલ્લા બે દિવસથી ગળામાં દુખાવો છે, પરંતુ હું ઠીક અનુભવી રહ્યો છું.’ તેમને કહ્યું “સારું થયું કે મિશેલ અને મેં રસી લીધી અને બૂસ્ટર ડોઝ પણ લઇ લીધો છે,” ઓબામાએ અમેરિકનોને સંક્રમણ દર ઘટવા છતાં કોરોના વાયરસ સામે રસી લેવા માટે પ્રોત્સાહિત કર્યા.
I just tested positive for COVID. I’ve had a scratchy throat for a couple days, but am feeling fine otherwise. Michelle and I are grateful to be vaccinated and boosted, and she has tested negative.
It’s a reminder to get vaccinated if you haven’t already, even as cases go down.
— Barack Obama (@BarackObama) March 13, 2022
અમેરિકામાં હજુ પણ કોરોનાનો મોટો ખતરો
અમેરિકામાં કોરોના સંકટ હવે સમાપ્ત થયું નથી. અત્યારે પણ મોટી સંખ્યામાં લોકો સતત સંક્રમિત જોવા મળી રહ્યા છે. યુ.એસ.માં છેલ્લા એક સપ્તાહમાં લગભગ 35,000 લોકો સંક્રમિત થયા છે, જે જાન્યુઆરીના મધ્યમાં લગભગ આઠ લાખ હતા.