રસોડામાં વંદા અને કીડીઓથી છુટકારો મેળવવા માટે અપનાવો આ 5 ઘરેલું ઉપાય
રસોડામાં વંદા અને કીડીઓથી છુટકારો મેળવવા માટે અપનાવો આ 5 ઘરેલું ઉપાય
Easy Kitchen Tips: તમે ઘણીવાર જોયું હશે કે રસોડામાં નાના-નાના જંતુઓ, વંદાઓ અથવા કીડીઓ આવી જાય છે. આવું એટલા માટે થાય છે કારણ કે સામાન્ય જગ્યાઓ કરતાં રસોડામાં વધારે ભેજ હોય છે અને ત્યાં પ્રકાશ પણ ઓછો આવતો હોય છે. સૌથી વધારે વંદા રસોડામાં એંઠવાડ નાખવાની જગ્યા પરથી ઘરમાં આવતા હોય છે. તેઓ તેમની સાથે અનેક રોગો પણ લાવે છે. જે ભાગ્યે જ કોઈ એવું ઘર હશે જ્યાં રસોડું અને બાથરૂમમાં વાંદાઓ ન મળે. જો કે આ માટે બજારમાં ઘણી બધી જંતુનાશક દવાઓ હાજર છે, પરંતુ કેટલીકવાર તેમાં હાજર રસાયણોથી સ્વાસ્થ્યને નુકસાન થઇ શકે છે. આવી સ્થિતિમાં તમે કેટલાક ઘરેલું ઉપચારનો ઉપયોગ કરીને આ જંતુઓ અને કીડીઓથી છુટકારો મેળવી શકો છો –
તજ
જો કે તજનો ઉપયોગ આપણે સામાન્ય રીતે ભોજનમાં મસાલા તરીકે કરતા હોઈએ છીએ. પરંતુ તમે આ તજ નો ઉપયોગ રસોડામાં હાજર વંદાઓ અને અન્ય નાના-નાના જંતુઓને ભગાડવામાં પણ કરી શકો છો. તેની તીવ્ર ગંધથી જંતુઓ અને વંદાઓ રસોડાથી દૂર રહેશે. આ માટે તમે રસોડામાં ચારે બાજુ તાજો પીસેલ તજના પાવડરનો છાંટકાવ કરો.
સિરકો (વિનેગર)
તમે રસોડામાંથી નાના જંતુઓ અને કીડીઓને દૂર ભગાડવા માટે કરવા માટે સિરકાનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે એક સ્પ્રે બોટલમાં સિરકો અને પાણી બંને એક સમાન માત્રામાં મિક્સ કરી દો. આ અને આ મિશ્રણને આખા રસોડામાં સ્પ્રે કરો. આનાથી રસોડામાં જંતુઓ અને કીડીઓ આવશે નહિ.
લીમડો
આ એક ઘણો જૂનો ઉપાય છે અને તે ઘણો અસરકારક સાબિત થાય છે. લીમડાના પાનનો ઉપયોગ રસોડામાં જંતુઓ અને કીડીઓને દૂર રાખવાનો એક ઘણો અસરકારક ઘરગથ્થુ ઉપાય છે. આ માટે તમે રસોડામાં લીમડાના પાન રાખી દો અથવા હૂંફાળા પાણીમાં લીમડાનું તેલ મિક્સ કરીને રસોડામાં તેનો છંટકાવ કરો.
ખાવાનો સોડા અને ખાંડ
આ ઘરેલું ઉપાયનો ઉપયોગ દાદી નાની ના સમયથી જંતુઓને દૂર કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. આ માટે બેકિંગ પાવડર અને ખાંડ એક સમાન માત્રામાં મિક્સ કરી દો. તેને તે દરેક જગ્યા પાર છાંટી દો જ્યાં વંદાઓ અને જંતુઓ આવે છે. આ પાવડર ખતરનાક હોવાનું માનવામાં આવે છે, જેથી તેનો ઉપયોગ સાવચેતીથી કરો અને તેને બાળકોની પહોંચથી દૂર જ રાખો.
ફુદીના
ફુદીના રસોડા માંથી જંતુઓ ભગાડવા માટે તમે ફુદીનાના પાનનો ઉપયોગ કરી શકો છો. આ માટે સૂકા ફુદીનાના પાનને રસોડામાં રાખી દો. આ સિવાય તમે ફુદીનાના આવશ્યક તેલનો પણ ઉપયોગ કરી શકો છો.