કચ્છના ભુજમાં કિશોરીનું અપહરણ કરીને તેના પર સામુહિક દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના ભુજમાં બની હતી. આ સામુહિક દુષ્કર્મ મામલે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે. કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં બળજબરીથી દેશી દારૂ પીવડાવ્યા બાદ 17 વર્ષીય યુવતીનું અપહરણ કરીને સામૂહિક દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે ગઈકાલે જાણકારી આપી હતી.
કચ્છ પશ્ચિમના પોલીસ અધિક્ષક સૌરભ સિંઘના જણાવ્યા અનુસાર, 16 માર્ચે ભુજિયા વિસ્તારમાં એક ખેતરમાં કિશોરી પર થયેલા સામૂહિક દુષ્કર્મના સંબંધમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમને 10 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. તેમને જણાવ્યું હતું કે બાળકી બેભાન હાલતમાં મળી આવી હતી. અને નજીકના ગામમાં રહેતા લોકો તેને હોસ્પિટલમાં લઈ ગયા હતા. એસપીએ જણાવ્યું કે કિશોરી એક મિત્ર સાથે ખેતરમાં ગઈ હતી, જ્યાં મિત્રએ તેને દારૂ પીવડાવ્યો અને પોતે પણ પીધો, ત્યારબાદ તેણે કિશોરી પર દુષ્કર્મ ગુજાર્યો હતો. ત્યારબાદ અન્ય લોકોએ પણ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું.
તમામ આરોપીઓ દસ દિવસની પોલીસ કસ્ટડીમાં
પીડિતાની ફરિયાદના આધારે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પીડિતાના જણાવ્યા અનુસાર, એક વ્યક્તિએ તેની સાથે દુષ્કર્મ કર્યો હતો, ત્યારબાદ તે દારૂના નશામાં બેહોશ થઈ ગઈ હતી. અન્ય વ્યક્તિએ પણ તેની સાથે દુષ્કર્મ કર્યાની કબૂલાત કરી છે. જ્યારે તે બેભાન હતી ત્યારે અન્ય બે આરોપીઓએ પણ તેના પર દુષ્કર્મ કર્યું હતું કે નહિ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. ભુજ બી ડિવિઝન પોલીસે ચારેય આરોપીઓ સામે ઈન્ડિયન પીનલ કોડ (આઈપીસી) કલમ 366 (અપહરણ), 328 (ઝેરથી ઈજા પહોંચાડવી), 376 (દુષ્કર્મ) અને 114 (ગુનો આચરવામાં આવે ત્યારે હાજર) હેઠળ ગુનો દાખલ કર્યો છે. પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (PACSO) એક્ટ પર પણ કાર્યવાહી કરવામાં આવી હતી.
તપાસમાં સામેલ અન્ય એક અધિકારીએ જણાવ્યું કે એકથી વધુ લોકોએ મહિલા પર દુષ્કર્મ કર્યો હતો. પીડિતાને માત્ર એટલું જ યાદ છે કે એક વ્યક્તિએ તેના પર દુષ્કર્મ કર્યું હતું. અન્ય બે આરોપીઓએ પણ તેની સાથે દુષ્કર્મ કર્યો હતો કે નહિ તે જાણવા માટે પીડિતાના મેડિકલ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આરોપીઓની ઓળખ હુસૈન કકલ (35), રાહુલ સથવારા (19), વાલજી વઢિયારા (24) અને મહેશ મહેશ્વરી (20) તરીકે થઈ હોવાનું સામે આવ્યું છે. તમામ આરોપીઓને 10 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…