યુનિવર્સિટી ઓફ ફિલિપાઇન્સમાં ફાયરિંગ, ત્રણ લોકોના મોત, અનેક ઈજાગ્રસ્ત
ફિલિપાઇન્સમાં એક યુનિવર્સિટીમાં ફાયરિંગ થઈ હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં ત્રણમાં મોત અને ઈજા થઈ હોવાના સમાચાર સામે આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, રાજધાની મનિલામાં યુનિવર્સિટીના સ્નાતક સમારોહ દરમિયાન ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન ત્રણ લોકો મૃત્યુ પામ્યા હતા અને ઓછામાં ઓછા બે અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. કુઝોન સિટીના પોલીસ વડા રિમસ મેદિનાએ એક ટેલિવિઝન ચેનલને જણાવ્યું હતું કે, શંકાસ્પદ પોલીસ કસ્ટડીમાં છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
અહેવાલો અનુસાર, બે પિસ્તોલથી સશસ્ત્ર હુમલાખોરોએ ક્યુજોન શહેરમાં એટેનિયો ડી મનીલા યુનિવર્સીટીના દરવાજા પાસે ફાયરિગ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેને પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, યુનિવર્સિટી બંધ થઈ ગઈ છે અને લો સ્કૂલમાં યોજાયેલ સ્નાતક સમારોહ રદ કરવામાં આવ્યો છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગેસમુંડો હુમલા સમયે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ યુનિવર્સિટી જઇ રહ્યા હતા. તેમને સમારોહમાં વક્તા તરીકે આમંત્રણ અપાયું હતું. તેમને પાછા ફરવાની સલાહ આપવામાં આવી હતી.
શહેરના મેયર જોય બેલ્મંટેએ આ હુમલાની નિંદા કરી છે. તેમણે એક નિવેદનમાં કહ્યું કે, આવી ઘટનાને આપણા સમાજમાં કોઈ સ્થાન નથી અને તેની નિંદા ઉચ્ચતમ સ્તરે કરવી જોઈએ.