વાયરલ સમાચારસમાચાર

રશિયન સેનાના હુમલાથી યુક્રેનના ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં લાગેલી આગ, વિનાશનું કારણ બની શકે છે

રશિયન સેનાના હુમલાથી યુક્રેનના ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં લાગેલી આગ, વિનાશનું કારણ બની શકે છે

રશિયા દ્વારા યુક્રેન પર સતત બોમ્બમારો (Russia-Ukraine War) કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન સમાચાર સામે આવ્યા છે કે યુક્રેનના ઝાપોરિઝ્ઝ્યા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ (Zaporizhzhia Nuclear Power Plant) માં આગ ફાટી નીકળી છે. આગ લાગવાનું કારણ રશિયન સેના દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. આ અંગે માહિતી આપતા યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબા (Dmytro Kuleba)એ વિશ્વને ચેતવણી આપી છે કે જો વ્લાદિમીર પુતિનને રોકવામાં નહીં આવે તો મોટો વિનાશ થશે.

‘ચેર્નોબિલ કરતાં 10 ગણો મોટો થશે વિસ્ફોટ’

યુક્રેનના વિદેશ પ્રધાન દિમિત્રો કુલેબાએ ટ્વીટ કર્યું હતું કે યુરોપના સૌથી મોટા પરમાણુ પાવર પ્લાન્ટ ઝાપોરિઝહ્યા એનપીપી પર રશિયન સૈન્ય ચારે બાજુથી ગોળીબાર કરી રહ્યું છે. તેમણે કહ્યું કે આગ પહેલાથી જ શરૂ થઈ ગઈ છે. જો તે વિસ્ફોટ કરશે, તો તે ચેર્નોબિલ કરતા 10 ગણો વધુ વિસ્ફોટ થશે. રશિયનોએ તરત જ ફાયરિંગ બંધ કરવું જોઈએ અને તેની સલામતી સુનિશ્ચિત કરવા માટે અગ્નિશામકો તૈનાત કરવા જોઈએ. જણાવી દઈએ કે 26 એપ્રિલ 1986ના રોજ ચેર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટના ચોથા રિએક્ટરમાં વિસ્ફોટ થયો હતો. તેને અત્યાર સુધીનો સૌથી ભયાનક પરમાણુ અકસ્માત કહેવામાં આવે છે.

Bidenએ ઝેલેન્સ્કી સાથે કરી વાત

જયારે, International Atomic Energy Agencyના ડાયરેક્ટર જનરલ રાફેલ મારિયાનો ગ્રોસીએ યુક્રેનના વડા પ્રધાન અને યુક્રેનિયન પરમાણુ નિયમનકાર અને ઓપરેટર સાથે વાત કરી હતી. સાથે જ તેણે ગોળીબાર બંધ કરવાની અપીલ કરતા કહ્યું કે તેના પરિણામો ઘાતક હશે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને પણ આ મુદ્દે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી સાથે વાત કરી છે. ઉલ્લેખનીય છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે આઠમો દિવસ છે. રશિયા દ્વારા હજુ પણ હુમલા કરવામાં આવી રહ્યા છે. ખેરસનમાં રશિયન હુમલામાં નવ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દરમિયાન વ્લાદિમીર પુતિનની ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે વાતચીતના પણ સમાચાર છે.

કામમાં આવી પુતિનની ધમકી

રશિયાને રોકવા માટે અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક પ્રયાસો થઇ ગયા છે. અમેરિકા સહિત ઘણા દેશોએ આર્થિક પ્રતિબંધો પણ લગાવ્યા છે, પરંતુ રશિયા પર તેની કોઈ અસર થઈ નથી. રશિયન સેના યુક્રેનમાં સતત તબાહી મચાવી રહી છે. સેનાના હુમલામાં મોટી સંખ્યામાં નાગરિકોએ પણ જીવ ગુમાવ્યા છે. પુતિને સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ ત્રીજી વ્યક્તિ આ યુદ્ધમાં પ્રવેશ કરશે તો તેના પરિણામો ભયાનક હશે. કદાચ એટલે જ અમેરિકા અને નાટોએ સૈન્ય કાર્યવાહીથી દૂર રહી રહ્યું છે.

[quads id=1]

Related Articles

Back to top button