‘પુષ્પા’ થી દરેકના દિલ અને દિમાગમાં છવાઈ જનાર અલ્લુ અર્જુન મુશ્કેલીમાં ફસાઈ ગયો છે. એક સામાજિક કાર્યકર્તાએ ‘પુષ્પા’ સ્ટાર અલ્લુ અર્જુનની એક શૈક્ષણિક સંસ્થાને પ્રમોટ કરવા બદલ આલોચના કરવામાં આવી છે. સામાજિક કાર્યકર્તા કોઠા ઉપેન્દ્ર રેડ્ડી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, એક જાહેરાતમાં અલ્લુ અર્જુનને ચેહરાના રૂપમાં દેખાડવામાં આવ્યો હતો, તે ગેરમાર્ગ દોરનાર અને ખોટી જાણકારી આપી રહ્યો હતો.
સામાજિક કાર્યકર્તાએ આવી ભ્રામક જાહેરાતો સામે પગલાં લેવાની પણ માંગ કરી છે. તેણે અલ્લુ અર્જુન વિરુદ્ધ જાહેરાતમાં દેખાવા બદલ અને શ્રી ચૈતન્ય શૈક્ષણિક સંસ્થાઓ વિરુદ્ધ ખોટી માહિતી આપવા બદલ અંબરપેટ પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. કોઠા ઉપેન્દ્ર રેડ્ડીએ વિનંતી કરી હતી કે, અલ્લુ અર્જુન અને શ્રી ચૈતન્ય શૈક્ષણિક સંસ્થાઓ પર લોકોને છેતરવા બદલ કાર્યવાહી થવી જોઈએ.
આ અગાઉ, અલ્લુ અર્જુનને ફૂડ ડિલિવરી એપની માર્કેટિંગ કરવા બદલ આલોચનાઓ સામનો કરવો પડ્યો હતો અને તેમને સરકારી પરિવહન સેવાઓની અવગણના કરીને બાઇક એપ્લિકેશનને પ્રમોટ કરવા બદલ ચેતવણી આપવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે, ‘પુષ્પા ધ રાઈઝ’ સ્ટાર અલ્લુ અર્જુને તેના ચાહકો માટે પાન મસાલાની કરોડોની ડીલની ઓફર ઠુકરાવી દીધી છે. ખરેખર, અલ્લુ અર્જુનને તમાકુ બ્રાન્ડનું ટીવી કમર્શિયલ કરવાની ઓફર મળી હતી. આ એડ માટે અલ્લુ અર્જુનને ભારી ભરખમ ફી ચૂકવવામાં આવી રહી હતી. પરંતુ ‘પુષ્પા રાજ’ ક્યારેય તેમના સિદ્ધાંતો સામે ઝૂકવાનું શીખ્યા નથી. અલ્લુ અર્જુને આ ઓફરને ફગાવી દેતા ચાહકે જણાવ્યું હતું કે, તે એવી કોઈ જાહેરાત કરવાનું પસંદ નહીં કરે જેનાથી લોકો ગેરમાર્ગે દોરાય. અલ્લુ અર્જુન પોતાની ટીવી જાહેરાતો જવાબદારીપૂર્વક પસંદ કરે છે.