Google ને હેક કરીને મીડિયામાં છવાય ગયેલ ઋતુરાજને કરોડોની નોકરીની ઓફરનું શું છે સત્ય, જાણો અહીં…
Google ને હેક કરીને મીડિયામાં છવાય ગયેલ ઋતુરાજને કરોડોની નોકરીની ઓફરનું શું છે સત્ય, જાણો અહીં...
દુનિયાની દિગ્ગજ ટેક કંપની ગૂગલ (Google) ને 51 મિનિટ સુધી હેક કરનાર ઋતુરાજ ચૌધરી (Rituraj Chaudhary) ને વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત સર્ચ એન્જિન કંપની દ્વારા કરોડોનું પેકેજ ઓફર કરવામાં આવ્યું છે. અને માત્ર બે કલાકમાં જ આ ઋતુરાજનો પાસપોર્ટ તૈયાર થઈ ગયો છે અને તે હવે અમેરિકા જઈને ગૂગલમાં નોકરી શરૂ કરી દેશે. બે દિવસથી બિહારમાં રહેતા ઋતુરાજ ચૌધરી સાથે જોડાયેલા સમાચારો ઘણા ચાલી રહ્યા છે.
51 સેકન્ડ સુધી હેક રહ્યું Google
સોશિયલ મીડિયાથી લઈને મેઈનસ્ટ્રીમ મીડિયા સુધીમાં બિહારના બેગુસરાઈ જિલ્લાના ઋતુરાજ ચૌધરીની જ ચર્ચાઓ ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ઋતુરાજે બે દિવસ પહેલા રત્ન 1:05:09 વાગ્યે ગૂગલને હેક કરી લીધું હતું. જે આખી 51 સેકન્ડ સુધી Google ની સેવા અટકી ગઈ હતી. જો કે, બાદમાં ઋતુરાજે Google ને ફરીથી ફ્રી કરી દીધું અને તેની સેવાઓ પહેલાની જેમ જ શરૂ થઇ ગઈ હતી.
સોશિયલ મીડિયા પર છવાઈ ગયો બેગુસરાયનો ઋતુરાજ ચૌધરી
ઋતુરાજે Google ને ઈ-મેઈલ કરીને જણાવ્યું કે સાઈટ હેક કરવાનું કારણ શું હતું? હકીકતમાં, ઋતુરાજને એક બગ મળી ગયો હતો, જેના કારણે Google ની સર્વિસ 51 સેકન્ડ માટે રોકી દેવામાં આવી હતી. ત્યારબાદ અલગ અલગ પ્રકારના સમાચાર સોશિયલ મીડિયાથી લઈને મેનસ્ટ્રીમ મીડિયામાં ચાલવા લાગ્યા.
સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના દાવાઓ
કહેવામાં આવ્યું કે બિહારના આ લાલને ગૂગલે તેની ટીમમાં શામેલ કરી દીધો છે. ગૂગલના અધિકારીઓએ ભારત સરકાર સાથે વાત કરી અને માત્ર 2 કલાકમાં જ તેનો પાસપોર્ટ પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે. આટલું જ નહિ આ ઉપરાંત એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે પાસપોર્ટ ઋતુરાજના ઘરે પહોંચી ગયો છે. જોકે, આ સમગ્ર મામલે ઋતુરાજનું કહેવું છે કે ગૂગલે તેને નોકરીની ઓફર કરી નથી. Google માં સંશોધન કરવાની તક આપવાની વાત જરૂર કરી છે.
ઋતુરાજે શું કર્યું?
બેગુસરાય પાસેના એક નાનકડા ગામ મુંગેરગંજનો રહેવાસી ઋતુરાજ B.Tech ના બીજા વર્ષનો વિદ્યાર્થી છે. તે મણિપુરમાં આવેલ IIITમાંથી અભ્યાસ કરી રહ્યો છે. તેને સર્ચ એન્જીન ગૂગલમાં એક બગ (ખામી) શોધી કાઢ્યો હતો. જે ખામી શોધ્યા બાદ ગૂગલને ઈ-મેઈલ કરીને સમગ્ર મામલાની માહિતી આપી. ત્યારબાદ ગૂગલની ટીમ એલર્ટ થઈ ગઈ હતી. હવે ઋતુરાજને અમેરિકા આવીને ગૂગલની ઓફિસમાં રિસર્ચ કરવાની ઓફર મળી છે.
પિતાની આશા – સાયબર ક્રાઈમનો અંત લાવશે ઋતુરાજ
સોશિયલ મીડિયા પર ઋતુરાજના ઘણા વખાણ કરવામાં આવી રહ્યા છે. લોકો આ માહિતીને સોશિયલ સાઈટ પર શેર કરી રહ્યા છે. હાલમાં ફેસબુકથી લઈને વોટ્સએપમાં ઋતુરાજની ચર્ચાઓ ચાલી રહી છે. વોટ્સએપ પર આ માહિતી શેર કરતી વખતે કેટલાક લોકોએ લખ્યું છે કે તેમના પિતા તેમના પુત્રના આ પરાક્રમથી ઘણા ખુશ છે. તેમને આશા છે કે તેમનો પુત્ર સાયબર ક્રાઈમ સામે લડવામાં તેનું યોગદાન આપશે.