સમાચાર

રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધનો ભય યથાવત, સેટેલાઈટ તસ્વીરોમાં કંઇક અલગ જોવા મળ્યું….

રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધને લઈને સમગ્ર વર્લ્ડમાં ચર્ચાઓ થઈ રહી છે. રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ ને ભય ઓછો થઈ રહ્યો નથી. કેમ કે તેને લઈને મોટી જાણકારી સામે આવી છે. રશિયા દ્વારા પહેલા દાવો કરવામાં આવ્યો હતો કે સેના યુક્રેનની સરહદેથી દુર થઈ રહી છે. તેમ છતાં હજુ આવું બની શક્યું નથી.

તેની સાથે જાણકારી સામે આવી છે કે, બેલારુષ, ક્રિમિયા અને પશ્ચિમી રશિયાની સરહદ પર હજુ પણ સૈન્ય ગતિવિધિઓ જોવા મળી રહી છે. અમેરિકા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે રશિયાની યૂક્રેનની સરહદથી સૈનિકોની વાપસીની પોતાની જાહેરાત બાદ અનેક ક્ષેત્રમાં ઓછામાં ઓછા સાત હજારથી વધુ સૈનિકોને તૈનાત કરવામાં આવેલ છે.

આ સિવાય છેલ્લા 48 કલાકમાં મેક્સારની હાઇ રિઝોલ્યૂશન સેટેલાઇટ તસ્વીરોમાં કંઇક અલગ જોવા મળી રહ્યું છે. જેમાં બેલારુષ-યૂક્રેન સરહદથી છ કિલોમીટરથી પણ ઓછી અંતર પર એક નવી સૈન્ય પોંટન પુલ, ક્રીમિયા, પશ્ચિમી રશિયામાં સૈનિકો તૈનાત કરવામાં આવેલ જોવા મળી રહ્યા છે. ખાનગી અમેરીકન કંપની દ્વારા શેર કરવામાં આવેલ આ સેટેલાઇટ તસ્વીરોમાં ઓટોમેટિક આર્ટિલરી યૂનિટ્સ બેલારુષમાં ટ્રેનિંગ આપતા દેખાઈ રહ્યા છે.
તેની સાથે આ તસ્વીરોમાં બેલારુષના આગળના ભાગ પર જમીન પર હુમલા માટે હેલિકોપ્ટર પણ તૈનાત કરવામાં આવેલ છે.

મેક્સાર તરફથી શેર કરવામાં આવેલ આ તસ્વીરોમાં એક મોટી ફીલ્ડ હોસ્પિટલ પણ દેખાઈ રહી છે. આ તસ્વીરોમાં સૈન્યની ટુકડી પણ જોવા મળી રહી છે. તેની સાથે આ ક્ષેત્રોમાં રશિયાએ પોતાની સેનામાં વધારો પણ કર્યો છે. જ્યારે મોટાભાગના યુક્રેન ઉત્તર પૂર્વમાં છે.

આ અગાઉ રશિયાના સંરક્ષણ મંત્રાલયના મુખ્ય પ્રવક્તા ઇગોર કોનાશેન્કોવે દ્વારા એક નામી ચેનલને જણાવ્યું છે કે, દક્ષિણ અને પશ્ચિમી સૈન્ય જિલ્લાઓમાં એકમો દ્વારા તેનું કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે, રેલ અને માર્ગ પરિવહન પર સામાન લાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે અને આજે તેઓ તેમના સૈન્ય મથકો પર પાછા જવાનું શરૂ પણ કરી લીધું છે. તેમ છતાં યુક્રેનની સરહદ પાસે કેટલા રશિયન સૈનિકો રહેલા તેની હજુ કોઈ જાણ નથી.

[quads id=1]

Related Articles

Back to top button