સોનુ પહેરવાના શોખીન એવા બોલિવૂડના જાણીતા ગાયક બપ્પી લાહિરી નું નિધન
સોનુ પહેરવાના શોખીન એવા બોલિવૂડના જાણીતા ગાયક બપ્પી લાહિરી નું નિધન
સંગીત જગતમાંથી ફરી એકવાર ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. સંગીત જગતને એક બાદ એક મોટો ઝટકો લાગી રહ્યો છે. કોકિલા લતા મંગેશકરના અવસાન બાદ હવે બોલિવૂડના જાણીતા ગાયક બપ્પી લાહિરી નું નિધન થયું છે. જે બપ્પી લાહિરી 69 વર્ષના થયા હતા. જેમનું મોડી રાત્રે 11 વાગ્યે નિધન થયું હતું, જેઓ મુંબઈની ક્રિટી કેર હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા અને તેઓ ઘણા સમયથી બીમાર રહેતા તેમની સારવાર ચાલી રહી હતી.
69 વર્ષીય બપ્પી લાહિરીના નિધનના સમાચારે બધાને ભાંગી નાખ્યા છે. તેમના નિધનના સમાચારથી બોલિવૂડ અને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છવાયો છે.
Singer-composer Bappi Lahiri dies in Mumbai hospital, says doctor
— Press Trust of India (@PTI_News) February 16, 2022
બપ્પી લાહિરીને સોનું પહેરવાનું જેમાં ગળામાં સોનાની જાડી ચેન અને હાથમાં મોટી વીંટી પહેરવાનું પસંદ હતું. બપ્પી લાહિરીને ચશ્મા પહેરવાનું પસંદ હતું.
બપ્પી લાહિરીએ તેની કારકિર્દીની શરૂઆત 19 વર્ષની ઉંમરે શરૂ કરી હતી. જે મુંબઈ આવ્યા બાદ તેને 1972માં બંગાળી ફિલ્મ દાદુમાં પહેલો મોકો મળ્યો હતો. ત્યારબાદ તેને 1973માં આવેલી ફિલ્મ ‘શિકારી’ માટે સંગીત આપ્યું હતું. આ ઉપરાંત તેને 1980 અને 90ના દાયકામાં ઘણા બધા જબરદસ્ત સાઉન્ડ ટ્રેક બનાવ્યા હતા, જેમાં ‘વરદાત’, ‘ડિસ્કો ડાન્સર’, ‘નમક હલાલ’, ‘ડાન્સ ડાન્સ’, ‘કમાન્ડો’, ‘ગેંગ લીડર’, ‘શરાબી’ જેવી ફિલ્મો શામેલ છે.