ગુજરાતસમાચાર

વડોદરા આપઘાત કેસમાં પહેલાં માતા અને બાદમાં દીકરાનું પણ મોત, હવે માત્ર એક જ સભ્ય જીવીત

વડોદરા સ્વાતિ સોસાયટીમાં રહેતા સોની પરિવારે સામૂહિક આપઘાત કેસમાં સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃતક નરેન્દ્રભાઇ સોનીના પુત્ર ભાવિન સોનીનું આજે સવારે મૃત્યુ થયું છે. ભાવિન ગઇકાલથી વેન્ટિલેટર પર હતો. જ્યારે ભાવિનની પત્ની ઉર્વીની હાલત ગંભીર છે. આમ હવે સોની પરિવારમાં માત્ર એક જ વ્યક્તિ જીવીત છે. સામૂહિક આપઘાતમાં ભાવિને પિતા નરેન્દ્રભાઇ, માતા દિપ્તીબેન, બહેન રીયા અને પુત્ર પાર્થને ગુમાવ્યા હતા. આજે ભાવિનનું પણ સારવાર દરમિયાન મૃત્યુ થતાં મૃત્યુઆંક 5 ઉપર પહોંચ્યો છે. શનિવારે ભાવિનની માતા દિપ્તીબેનનું સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મોત થયું હતું.

ગઈકાલે માતા દિપ્તી બેન સોનીએ દમ તોડ્યા બાદ આજે સારવાર દરમિયાન પુત્ર ભાવિન સોનીનું પણ મોત થયું હતું. ભાવિન સોનીએ સારવાર દરમિયાન તબિયતમાં ઘણો સુધારો દર્શાવ્યો હતો. ભાવિનને પોલીસે તપાસમાં પણ જોડ્યો હતો અને તેનું નિવેદન લીધું હતું. આ કેસમાં બે દિવસમાં વધુ બે સભ્યોનાં મોત થતા હવે ફક્ત ભાવિન સોનીના પત્ની ઉર્વી બહેન જ બચ્યા છે. ઉર્વી બહેન હાલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ ભાવિને લોકોને જ્યોતિષીઓના ચક્કરમાં ન ફસાવાની સલાહ આપી હતી. ભાવિને કહ્યું કે, અમારી સાથે જે થયું એ સમાજ માટે એક ઉદાહરણ છે કે કોઈપણ વ્યક્તિ લેભાગુ જ્યોતિષીના ચક્કરમાં ન પડે. મારા પિતાએ જયોતિષીના ચક્કરમાં 32 લાખ ગુમાવ્યા હતા. પરિવારે કેવી રીતે ઝેર પીવાનો નિર્ણય લીધો તે અંગે ભાવિને કહ્યું કે, સામૂહિક આપઘાત કરવાનો નિર્ણય મારા પિતા નરેન્દ્ર સોનીનો હતો. અમે બધાએ તેમના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. પરંતુ તેઓ માન્યા ન હતા. અમે વિરોધ કર્યો, પણ તેમની સામે અમારી કોઈ જ વાત ચાલી ન હતી.

મારા પુત્રને પણ દવા તેમણે જ પીવડાવી હતી. 2018 ના વર્ષથી અમારી પડતીની શરૂઆત થઈ હતી. જ્યોતિષીઓના ચક્કરમાં આવીને અમે અમારું સર્વસ્વ ગુમાવ્યું. જેથી અમારી પાસે સામૂહિક આત્મહત્યા કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હતો. ભાવિને કહ્યું કે, મારા પિતા લેભાગુ જ્યોતિષીઓના ચક્કરમાં આવી ગયા હતા. તેમણે આ ચક્કરમાં 32 લાખ ગુમાવ્યા હાત. તો સાથે જ મારો બિઝનેસ પણ સારો ચાલતો ન હતો. પરિવાર ચારેતરફથી ભીંસમાં આવી ગયો હતો. અમારી નાણાકીય સ્થિતિ ખરાબ હતી અને એમાંય પિતા જયોતિષીના રવાડે ચડી જતાં દેવું અનેક ગણું વધી ગયું હતું.

આ બનાવમાં પરિવારને મકાન ખરીદનાર રૂપિયા 23.50 લાખ 4 માર્ચે પરત આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ, નાણાંની વ્યવસ્થા ન થતાં પરિવારે 3 માર્ચના રોજ સામૂહિક આપઘાત કરી લીધો હતો. પરિવારના મોભી નરેન્દ્રભાઇ સોનીએ 2 માર્ચેની રાત્રે પરિવારના સભ્યોને ભેગા કરીને 3 માર્ચના રોજ આપઘાત કરીને લેવાનું નક્કી કર્યું હતું. બપોરે 2 કલાકે નરેન્દ્રભાઇ સોનીએ દીકરી રીયા પાસે સુસાઇડ નોટ લખાવી હતી. તે બાદ પિતાએ પરિવારને જંતુનાશક દવા ભેળવેલ પેપ્સી અને મિરીન્ડા બધાને પીવડાવી દીધી હતી.

આ કેસમાં પરિવાર જ્યોતિષીઓનાં ચક્કરમાં આવી ગયો હોવાનું પોલીસે અગાઉ જણાવ્યું હતું. પોલીસે આ મામલે વડોદરાના જોષી નામના એક જ્યોતિષ ઉપરાંત અમદાવાદ, રાજસ્થાનના જ્યોતિષીઓની ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી છે.

[quads id=1]

Related Articles

Back to top button