લાઈફસ્ટાઈલ

ફક્ત 87 રૂપિયામાં રાજકુમારે વેચી નાખ્યો આખો મહેલ, રાજા ગુસ્સે થતા પુત્ર વિરૂદ્ધ કરી દીધો કેસ, જાણો શું છે આખો મામલો…

બર્લિનમાં એક રાજકુમારના પુત્રએ 135 ખંડનો પૂર્વજોનો મહેલ ફક્ત 87 રૂપિયામાં વેચી દીધો હતો. તમે આ સાંભળીને આશ્ચર્ય પામશો, પરંતુ આ એકદમ સાચું છે. હવે આ મહેલને બચાવવા માટે 66 વર્ષિય રાજકુમાર તેના 37 વર્ષીય પુત્ર સામે કોર્ટમાં ગયો છે.

હકીકતમાં જર્મન શહેર હેનોવરના પ્રિન્સ અર્ન્સ્ટ ઓગસ્ટ 2000 માં તેમનો 135 રૂમનો મરીનબર્ગ પેલેસ તેમના પુત્ર અર્ન્સ્ટ ઓગસ્ટ જુનિયરને આપ્યો હતો. તેમના પુત્ર ઓગસ્ટ જુનિયરએ વર્ષ 2018 માં સરકારને માઈનબર્ગ પેલેસને છૂટના દરે વેચવાની જાહેરાત કરી હતી.

આ પછી અર્ન્સ્ટ ઓગસ્ટ જુનિયર એ આ મહેલને ફક્ત એક યુરો (ફક્ત 87 રૂપિયા) માં વેચી દીધો હતો. તેઓએ દલીલ કરી હતી કે મહેલની મરામત માટે 23 મિલિયનની જરૂર છે, જે તેમની પાસે નથી. પુત્રના આ નિર્ણય પછી હવે અર્ન્સ્ટ ઓગસ્ટ રાજમહેલને બચાવવા કાયદાનો આશરો લઈ રહ્યો છે અને તેણે તેના પુત્ર સામે કેસ દાખલ કર્યો છે. તેણે તેમના પુત્ર ઉપર ઘણા ગંભીર આક્ષેપો કર્યા છે અને મહેલમાં પરત કરવાની માંગ પણ કરી છે.

તમને જણાવી દઈએ કે મરીનબર્ગ પેલેસ 1867 માં બનાવવામાં આવ્યો હતો અને પ્રિન્સ અર્ન્સ્ટ ઓગસ્ટે વર્ષ 2000 માં તેને તેના પુત્રને આપ્યો હતો. રાજકુમારે ઓગસ્ટને કહ્યું હતું કે તેમના પુત્રએ દગો આપ્યો હતો અને તેની પીઠ પાછળ આ સોદો કર્યો હતો, જેની તેમને ખબર પણ નહોતી. તેણે પુત્ર પર અધિકાર અને હિતોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે.

તેમણે કહ્યું કે પુત્રના આ કૃત્યને કારણે, તેને ઓસ્ટ્રિયાના એક લોજમાં રહેવાની ફરજ પડી છે અને માંદગી હોવા છતાં તેમને આર્થિક મદદ મળી નથી. મળતી માહિતી મુજબ પ્રિન્સ અર્ન્સ્ટ ઓગસ્ટ નોવર રાજવંશનો છે અને તે બ્રિટનની રાણી એલિઝાબેથનો દૂરનો કઝીન છે.

[quads id=1]

Related Articles

Back to top button