વિરાટ કોહલીની કેપ્ટનશીપને લઈને ફાફ ડુ પ્લેસિસે આપ્યું મોટું નિવેદન
વિરાટ કોહલીની કેપ્ટનશીપને લઈને ફાફ ડુ પ્લેસિસે આપ્યું મોટું નિવેદન
વિરાટ કોહલીએ IPL 2021 ના સમાપ્તિ બાદ પોતાની ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન તરીકે રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ કેપ્ટનશિપની જવાબદારી ફાફ ડુ પ્લેસિસ ને સોંપવામાં આવી છે જેને ફ્રેન્ચાઇઝી દ્વારા 7 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. ટીમના કેપ્ટન તરીકે ફાફ ડુ પ્લેસિસ સામે મોટી જવાબદારી ટીમને ટાઈટલ જીતાડવાનું રહેશે. તેમ છતાં IPL 2022 પહેલા ફાફ ડુ પ્લેસિસે વિરાટ કોહલીની કેપ્ટનશિપ પર નિવેદન આપ્યું છે.
જ્યારે તેને પૂછવામાં આવ્યું છે કે, તે IPL ટીમના કેપ્ટન તરીકેની વધારાની જવાબદારીઓને કેવી રીતે સમજે છે, તો તેને લઈને જણાવ્યું છે કે, હંમેશા એવી અપેક્ષા રહે છે કે તમે તમારાથી શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરો. જેના લીધે આ થોડી વધારાની જવાબદારી સાથે આવે છે, કેટલાક કહેશે કે તે થોડું વધારાનું દબાણ છે, પરંતુ મારા માટે નસીબદાર છે કે, હું લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અને આઈપીએલ ક્રિકેટમાં પણ છુ તે મારી પાસે છે અનુભવ જે તેની સાથે આવે છે.
વિરાટ કોહલીની નેતૃત્વ કૌશલ્ય અને ટીમ સાથે કામ કરવા વિશે વાત કરતાં ફાફ ડુ પ્લેસિસે જણાવ્યું છે કે, તે પોતાને ખૂબ ભાગ્યશાળી માને છે કારણ કે RCB ને એક મજબૂત નેતૃત્વ જૂથ મળ્યું છે. વિરાટ કોહલીએ લાંબા સમય સુધી પોતાના દેશનું નેતૃત્વ કર્યું છે. તે ભારતીય ક્રિકેટ અને આરસીબી માટે ખૂબ જ સારા નેતા રહ્યા છે અને તેનો અનુભવ અને જ્ઞાન કોઈથી ઓછો નથી. ટીમની પાસે ગ્લેન મેકસવેલ અને દિનેશ કાર્તિક જેવા સારા ખેલાડીઓ રહેલા છે.