ફેસબુક પર કરેલ એક મજાકે લીધો નવજાત અને બે મહિલાઓ નો જીવ
ફેસબુક પર સંબંધીઓ વચ્ચે થયેલ એક ભયાનક મજાકે ત્રણ વ્યક્તિ નો જીવ લીધો. મરવા વાળા માં એક નવજાત બાળક પણ સામેલ છે.
તિરુવનંતપુરમ: ફેસબુક પર સંબંધીઓ વચ્ચે થયેલ એક ભયાનક મજાકે ત્રણ વ્યક્તિ નો જીવ લીધો. મરવા વાળા માં એક નવજાત બાળક પણ સામેલ છે. એક તરછોડાયેલ બાળક નાં સંબંધ માં કેરલ પોલિસ ની તપાસ માં આ ખુલાસો થયો. કેરલ નાં કોલ્લમ જિલ્લા માં આ વર્ષે જાન્યુઆરી માં જન્મ નાં ફક્ત થોડા જ કલાકો પછીનું એક નવજાત બાળક સુકાયેલ પાંદડા નાં ઢગલા માંથી મળ્યું હતું. નવજાત ને હોસ્પિટલ નાં દાખલ કરવા માં આવ્યું, જ્યાર બાદ તેનું મૃત્યું થયું.
પોલિસ તપાસ માં ખુલાસો થયો કે કોલ્લમ નાં કલ્લૂવથુક્કલ ગામ ના નિવાસી રેશમા નવજાત ની માતા છે. મહિલા ને જૂન માં ગિરફ્તાર કરવા માં આવી. તપાસ દરમિયાન રેશમા એ પૂછતાછ માં જણાવ્યું કે ફેસબુક પર આનંદૂ નામ નાં વ્યક્તિ સાથે એની મિત્રતા થઈ અને એ વ્યક્તિ સાથે રહેવા માટે તેણે બાળક ને મરવા માટે છોડી દિધું હતું. જો કે, તે વ્યક્તિ ને પહેલા કોઈ દિવસ મળી પણ ન હતી.
પોલિસ અનુસાર, મહિલા નાં લગ્ન વિષ્ણુ નામના વ્યક્તિ સાથે થયા હતા. મહિલા એ તેને કે પરિવાર નાં કોઈ અન્ય સભ્ય ને ક્યારે પણ કહ્યું ન હતું કે તે મા બનવાની છે.મહિલા ના ફેસબુક મિત્ર ની તપાસ દરમિયાન પોલિસે મહિલા ની નણંદ આર્યા અને ભાણકી ગ્રીષ્મા ને પૂછપરછ માટે બોલાવી. પોલિસે એમને એટલા માટે બોલાવ્યા હતા કે, રેશમા તેના કેટલાય ફેસબુક એકાઉંટ માંનુ એક આર્યા નાં નામ પર લીધેલા સિમ થી ચલાવતી હતી.
જો કે આ ઘટના માં રસપ્રદ વળાંક ત્યારે આવ્યો કે જ્યારે બંન્ને મહિલાઓ (આર્યા અને ગ્રીષ્મા) એ નદીમાં કૂદી ને જીવ આપી દિધો. એક વરિષ્ઠ પોલિસ અધિકારી એ જણાવ્યું કે પછી થી પોલિસે ગ્રીષ્મા નાં એક પુરુષ મિત્ર સાથે પૂછપરછ કરી, જેણે ખુલાસો કર્યો કે આર્યા અને ગ્રીષ્મા એ આનંદુ નામ થી એક નકલી ફેસબુક એકાઉંટ બનાવ્યું હતું અને તે રેશ્મા સાથે મજાક કરતી હતી.
પોલિસને જાણ થઈ કે આત્મહત્યા પહેલા આર્યા એ પોતાની સાસુ ને આ મજાક વિશે જણાવ્યું હતું. આર્યા નાં પતિ એ પછી થી મીડિયા ને જણાવ્યું કે તે પોલિસ નાં આભારી છે, જેમણે તારણ કાઢ્યું કે તેની પત્ની એ જીવ શું કામ આપી દિધો. તેણે કહ્યું કે આ મજાક વિશે તેને કઈ જ ખબર નથી.
રેશમા ની ગિરફ્તાર થવાની ખબર સાંભળી વિદેશ થી પાછા ફરેલ તેના પતિ એ જણાવ્યું કે જો કોઈએ તેને આ વિશે જણાવ્યું હોત તો કદાચ તે આવું બનવાથી રોકી શક્યો હોત. પોલિસે જણાવ્યું કે વર્તમાન માં કોવિડ-૧૯ થી સંક્રમિત થયા બાદ રેશમા એક પૃથક વાસ કેન્દ્ર નાં કાનૂની હિરાસત માં છે.