જાણવા જેવુંદેશપ્રેરણાત્મકસમાચાર

ભારતના આ શહેરમાં 52 સેકન્ડ માટે રોકાઈ જાય છે બધું, જાણો તેની પાછળનું કારણ

ભારતના આ શહેરમાં 52 સેકન્ડ માટે રોકાઈ જાય છે બધું, જાણો તેની પાછળનું કારણ

દુનિયાના દરેક દેશનું પોતાનું અલગ અલગ રાષ્ટ્રગીત હોય છે. એવી જ રીતે ભારતનું પણ “જન ગણ મન” રાષ્ટ્રગીત છે. રાષ્ટ્રગીત જ્યારે વાગે છે ત્યારે ભારતીય હોવાનું ગૌરવ વધુ વધી જાય છે. જો કે આપણો રાષ્ટ્રગીત ગાવાનો કુલ સમય 52 સેકન્ડનો છે. ભારતના દરેક રાજ્યમાં, દરેક શહેરમાં જ્યારે રાષ્ટ્રગીત વાગે છે, ત્યારે લોકો તેના સન્માનમાં તેમની જગ્યાએ ત્યાંને ત્યાં જ ઉભા રહી જાય છે. આ કડીમાં આજે અમે તમને એક એવા શહેર વિશે જાણવવા જઈ રહ્યા છીએ જ્યાં રાષ્ટ્રગીત વાગતાની સાથે જ આખા શહેરના લોકો 52 સેકન્ડ માટે જ્યાં ઉભા હોય છે ત્યાંને ત્યાં જ જગ્યા પર રોકાઈ જાય છે. બાળકથી લઈને વૃદ્ધ, પુરુષથી લઈને સ્ત્રી સુધી કોઈ પણ તેમની જગ્યાએ જરાક પણ હલનચલન કરતા નથી. દરેક વ્યક્તિ સાવધાની ની સ્થિતિમાં ઉભા રહી જાય છે. આ શહેરમાં એક નિશ્ચિત સમય અનુસાર રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે અને રાષ્ટ્રગીત પછી જ કોઈપણ કામ શરૂ થાય છે. ચાલો જાણીએ આ અનોખા શહેર વિશે…

તેલંગાણામાં નાલગોંડા એક શહેર છે જ્યાં દરરોજ સવારે 8 વાગ્યે લાઉડસ્પીકર પર રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે. જ્યારે રાષ્ટ્રગીત વાગે છે, ત્યારે આખું શહેર 52 સેકન્ડ માટે રોકાઈ જાય છે. તમને જાણીને ઘણી નવાઈ લાગશે કે શહેરના અલગ-અલગ મુખ્ય સ્થળોએ 12 મોટા લાઉડસ્પીકર લગાવવામાં આવ્યા છે, જેથી નજીકમાં રહેતા લોકો રાષ્ટ્રગીત સાંભળે અને પોતાનું તમામ કામ બંધ કરી શકે અને સાવધાનીની સ્થિતિમાં ઉભા રહીને રાષ્ટ્રગીત ગાય છે. આગામી સમયમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ લાઉડ સ્પીકર લગાવવાની તૈયારી મહાનગરપાલિકા કરી રહી છે.

જે લોકોએ આ અભિયાન શરૂ કર્યું છે તેમનો ઉદ્દેશ્ય છે કે રાષ્ટ્રગીતનું દરરોજ સન્માન થવું જોઈએ. તેમને આવું કરવાની પ્રેરણા જમ્મીકુંતા નામની જગ્યા પરથી મળી હતી જ્યાં દરરોજ રાષ્ટ્રગીત વગાડવામાં આવતું હતું. તેનાથી પ્રેરિત થઈને નાલગોંડા જન ગણ મન ઉત્સવ સમિતિ દ્વારા આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.

આ પ્રયોગ શહેરમાં પહેલીવાર 23 જાન્યુઆરી 2021ના રોજ કરવામાં આવ્યો હતો. જ્યારે અહીંના સ્થાનિક અધિકારીઓને જાણ થઈ તો સમિતિની આ પહેલ વિશે ખૂબ જ પ્રશંસા કરી હતી. જ્યારે રાષ્ટ્રગીત શહેરમાં વગાડવામાં આવે છે, ત્યારે સમગ્ર શહેરમાં અલગ-અલગ જગ્યાએ સમિતિના કાર્યકરો હાથમાં ત્રિરંગો લઈને ઉભા રહે છે.

જ્યારે રાષ્ટ્રગીત વાગે છે, ત્યારે આ ક્ષણ રહેવાસીઓ માટે ખૂબ જ રોમાંચક લાગે છે. સામાન્ય રીતે આપણે આપણું રાષ્ટ્રગીત પ્રજાસત્તાક દિવસ અથવા સ્વતંત્રતા દિવસે તિરંગાને સલામી આપતી વખતે સાવધાન મુદ્રામાં જ ગાઈ એ છીએ. આવી સ્થિતિમાં, આ શહેરના રહેવાસીઓ દરરોજ ત્રિરંગાની સામે સલામી આપતી વખતે રાષ્ટ્રગીત ગાઈએ છીએ. જ્યારથી સમિતિની આ અભિયાન વિશે સોશિયલ મીડિયા દ્વારા લોકોને જાણ થઈ છે, ત્યારથી આ પહેલની ઘણી પ્રશંસા થઈ રહી છે.

[quads id=1]

Related Articles

Back to top button