ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ ગંગુબાઈ કાઠીયાવાડી વિવાદોમાં સપડાઈ
ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ ગંગુબાઈ કાઠીયાવાડી વિવાદોમાં સપડાઈ
બૉલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટની ગંગૂબાઈ કાઠિયાવાડી ફિલ્મ રિલીઝ થતા પહેલા જ વિવાદમાં સપડાઈ છે. ગંગૂબાઈ કાઠિયાવાડીના પરિવારજનોએ આ ફિલ્મને લઈને દાવો કર્યો છે કે ફિલ્મ મેકર્સે રૂપિયાની લાલચમાં તેમના પરિવારને બદનામ કરી દીધો છે. પરિવારજનોના કહેવા અનુસાર, સામાજિક કાર્ય કરી ચૂકેલ ગંગૂબાઈ કાઠિવાયાડીને ફિલ્મમાં એક સેક્સ વર્કરની ભૂમિકામાં બતાવામાં આવી છે. જેને લઈને ગંગુબાઈ કાઠિયાવાડીના પરિવારજનોએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, હુસૈન ઝૈદી દ્વારા લખાયેલ પુસ્તક માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ અનુસાર ગુજરાતમાં વસવાટ કરતી 16 વર્ષની છોકરી ગંગૂબાઈ કાઠિવાયાડીને તેનાથી મોટી ઉંમરના યુવકના પ્રેમમાં પડી હતી. અને ગંગુબાઈએ તેના પરિવારજનોની વિરુદ્ધ જઈને પોતાના પ્રેમી સાથે લગ્ન કરી લીધા હતા. પરંતુ ગંગૂબાઈને આ પ્રેમ તેના જીવનમાં એવી જગ્યાએ લઈ ગયો, જ્યાં તેના જીવનમાં તબાહી આવી. 16 વર્ષની ગંગુબાઈએ તેના પિતાના ત્યાં કામ કરતા એકાઉન્ટન્ટ રમણીક સાથે લગ્ન કરીને તેની સાથે માયાનગરી મુંબઈ ખાતે આવી હતી. ગંગુબાઈ ગુજરાતમાંથી નિકળીને પતિ રમણીકની સાથે મુંબઈ શહેરમાં રહેવા લાગી હતી. પરંતુ આ દરમિયાન મુંબઈના પ્રખ્યાત કમાઠીપુરા રેડ લાઇટ વિસ્તારની કોઠીવાળીને પતિ રમણીકે પોતાની માસી બતાવીને ગંગુબાઈને માત્ર 500 રૂપિયામાં વેચી દીધી હતી. ગંગુબાઈના પતિ રમણીક કે જેની સાથે વિશ્વાસ મૂકીને ગંગુબાઈએ પરિવાર વિરુદ્ધ જઈને લગ્ન કર્યા તેણે જ ગંગુબાઈના જીવનનો સોદો કરી દીધો હતો.
નોંધનીય છે કે, બૉલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટની ગંગૂબાઈ કાઠિયાવાડી ફિલ્મ રિલીઝ થતા પહેલા જ વિવાદમાં સપડાઈ છે. ગંગૂબાઈ કાઠિયાવાડીના પરિવારજનોએ આ ફિલ્મને લઈને દાવો કર્યો છે કે ફિલ્મ મેકર્સે રૂપિયાની લાલચમાં તેમના પરિવારને બદનામ કરી દીધો છે. પરિવારજનોના કહેવા અનુસાર, સામાજિક કાર્ય કરી ચૂકેલ ગંગૂબાઈ કાઠિવાયાડીને ફિલ્મમાં એક સેક્સ વર્કરની ભૂમિકામાં બતાવામાં આવી છે. જેને લઈને ગંગુબાઈ કાઠિયાવાદીના પરિવારજનોએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.
તમને જણાવી દઈએ કે, ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મ રિલીઝ થયા પહેલા જ વિવાદોમાં સપડાઈ છે. ગંગુબાઈ કાઠિયાવાડીના પરિવારે આ ફિલ્મને કોર્ટમાં પડકારી છે. તેમનું કહેવું છે કે, ગંગુબાઈ કાઠિયાવાડી એક સામાજિક કાર્યકર હતી. પરંતુ આ ફિલ્મમાં તેમને સેક્સ વર્કર તરીકે બતાવવામાં આવ્યા છે. જેને લઈને ગંગુબાઈ અને તેમના પરિવારની છબી ખરાબ થઈ રહી છે. જેને લઈને તેઓ ફિલ્મ મેકર્સ વિરુદ્ધ કોર્ટમાં ગયા છે. તેમનું કહેવું છે કે માત્ર પૈસા કમાવવાની લાલચમાં ફિલ્મ મેકર્સ દ્વારા આ પ્રકારની સ્ટોરી બનાવવામાં આવી છે.