ટેક્નોલોજી

આકર્ષક દેખાવ વાળા ત્રણ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ લોન્ચ, ફુલ ચાર્જમાં 110 કિ.મી. સુધી દોડે છે, ફિચર્સ પણ બેમિસાલ, જાણી લો કિંમત….

ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ માં ધીરે ધીરે તેજી આવી રહી છે અને તે સાથે  તેનું માર્કેટ પણ વિસ્તરતુ જાય  છે. ગ્રાહકોની બદલાતી પસંદગીઓને ધ્યાનમાં રાખીને, ઘણા વાહન નિર્માતાઓ એ  તેમના ઇલેક્ટ્રિક મોડેલોને બજારમાં લોન્ચ કર્યા છે. આ સાથે નવી કંપનીઓ પણ આ ક્ષેત્ર માં પોતાના હાથ અજમાવી રહી છે.

નવા સ્ટાર્ટઅપ્સ નવા આઇડિયા સાથે સાવ નવા ઉત્પાદનો રજૂ કરી રહી છે, જે ગ્રાહકોને પણ ઘણા પસંદ આવી રહ્યા  છે. આ શ્રેણીમાં ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદકો અને ઓટોમોટિવ સોલ્યુશન્સ આપનાર સ્ટાર્ટઅપ પ્રીવેઇલ ઇલેક્ટ્રિક એ તેના ત્રણ નવા પ્રીમિયમ સ્કૂટર્સ –  એલિટ, ફિનાઝ અને વોલ્ફરી લોન્ચ કર્યા છે. 

ત્રણેય સ્કૂટર્સ હાઇ-ટેંસ્ટાઇલ સ્ટીલ થી બનેલા છે અને તેમા એલ્યુમિનિયમ એલોય વ્હીલ હબ મેળે છે. ત્રણેય સ્કૂટરોનું વજન 80 કિલો છે, જે બેટરી વિનાનું છે. ઝડપથી વધતી ભારતીય ઇલેક્ટ્રિક મોબિલિટી સ્પેસ માં આ બ્રાન્ડ ઉત્સાહી ઇ-વાહનોની વધતી માંગને પૂરી કરવાની ઇચ્છા રાખે છે. સાથો સાથ, વધુ સારી મુસાફરી નાં  અનુભવ માટે પરવડે તેવા અને રિન્યુએબલ  ફેરફારો સાથે સીમલેસ ટેક્નોલોજી આપવા માગે છે. તો ચાલો જાણીએ  આ ત્રણ સ્કૂટર્સની કિંમત અને અને ખાસ ફિચર્સ. 

Elite ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત – રૂ. 1,29,999 રુપિયા :

ઇલેક્ટ્રિક સ્કૂટર એલાઇટ મહત્તમ 200 કિલોગ્રામ ભાર સાથે 80 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ આપી શકે છે. લિથિયમ આયન બેટરી અને સ્વૈપેબલ બેટરી વિકલ્પો સાથે, આ સ્કૂટર એક જ ચાર્જ પર 110 કિ.મી.નુ અંતર કાપી શકે છે. એકવાર બેટરી ખતમ થઈ જાય પછી, તે 4 કલાકમાં સંપૂર્ણ રીતે ચાર્જ થઈ શકે છે, કારણ કે આ મોડેલ 1000W અને 2000W મોટર પાવર સાથે આવે છે.

 મોડેલ વન ક્લિક ફિક્સ ફંક્શન સાથે 55 એ કંટ્રોલરના કંટ્રોલ મોડેલ સાથે આવે છે. વાહનને ઇંટીગ્રેટેડ લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે (એલસીડી) સ્ક્રીન પણ મળે છે, જેનો ઉપયોગ મુખ્યત્વે નેવિગેશન, કંટ્રોલ અને મનોરંજન માટે કરવામાં આવે છે. આ રીતે ચલાવનાર  તેમની પસંદ નું મ્યુઝિક સામ્ભળી શકે છે અને આ દ્વારા  ફોન પણ ઉપાડી શકાય છે. કંપનીના જણાવ્યા અનુસાર, ગ્રાહકો માટે  આ સ્કૂટર ફરવા માટે  અનુકૂળ છે અને વ્યવહારિક રીતે પણ તેઓ  તેનો અનુભવ કરી શકે છે. 

Finesse ઇલેક્ટ્રિક સ્કૂટર કિંમત – રૂ. 99,999 :

ઇલેક્ટ્રિક સ્કૂટર  Finesse મહત્તમ 200 કિલોગ્રામ વજન સાથે 60 કિમી પ્રતિ કલાકની ટોપ સપીડ આપે છે. . લિથિયમ આયન બેટરી ની સાથે, સ્કૂટર એક જ ચાર્જ પર 110 કિ.મી નું અંતર કાપવા મા સક્ષમ છે. સ્વેપેબલ બેટરી વિકલ્પો સાથે આવનાર આ સ્કૂટરને 0 થી 100 ટકા સુધી ચાર્જ કરવામાં 4 કલાકનો સમય લાગે છે, મોડેલ વન ક્લિક ફિક્સ ફંક્શન ની સાથે 12 ટ્યુબ બ્રશલેસ કંટ્રોલરના કંટ્રોલ મોડેલ સાથે આવે છે. 

Wolfury ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત – 89,999 રૂપિયા:

ઇલેક્ટ્રિક સ્કૂટર વુલ્ફ્યુરી મહત્તમ 200 કિલોગ્રામ વજન સાથે 50 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ આપી શકે છે. લિથિયમ બેટરી સાથે, સ્કૂટર એક જ ચાર્જ કરવા પર 110 કિ.મી.નું અંતર કાપી શકે છે. ઇલેક્ટ્રિક સ્કૂટરને સંપૂર્ણ રીતે ચાર્જ કરવામાં 4 કલાક જેટલો સમય લાગે છે. મોડેલ વન ક્લિક ફિક્સ ફંક્શન સાથે 12 ટ્યુબ બ્રશલેસ કંટ્રોલરના કંટ્રોલ મોડેલ સાથે આવે છે. 

 

Kashyap Prajapati

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago