પેટ્રોલ અને ડીઝલના આસમાન અડકતા ભાવોથી સામાન્ય માણસ ચિંતા મા મુકાયો છે.. દેશના ઘણા રાજ્યોમાં પેટ્રોલના ભાવ પ્રતિ લિટર 100 રૂપિયાને પાર કરી ગયા છે. ડીઝલના ભાવ પણ ટૂંક સમયમાં ત્રણ આંકડાને પાર કરી જશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની કોઈ આશા નથી.
આવી સ્થિતિમાં, લોકો બેટરી સંચાલિત ઇલેક્ટ્રિક કારમાં ભારે રસ દાખવી રહ્યા છે. ઇલેક્ટ્રિક વાહનોની વધતી માંગને જોતા, ઓટો ઉત્પાદકોએ પણ તેના પર વિશેષ ધ્યાન આપવાનું શરૂ કર્યું છે અને તેમના ઇલેક્ટ્રિક મોડેલો લોન્ચ કરી રહ્યા છે. આગામી સમયમાં ઇલેક્ટ્રિક કાર સ્ટ્રોમ આર 3 ભારતીય માર્ગો પર દોડતી જોવા મળશે.
તમને જણાવી દઈએ કે તાજેતરમાં મુંબઈ સ્થિત સ્ટાર્ટ-અપ કંપની સ્ટ્રોમ મોટર્સે તેની એન્ટ્રી લેવલની ઇલેક્ટ્રિક કાર સ્ટ્રોમ આર 3 નુ બુકિંગ શરૂ કર્યું હતું. કંપની તેને વિશ્વની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર કહી રહી છે. પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી કંટાળેલા લોકો ઇલેક્ટ્રિક કાર ખરીદી શકે છે.
કંપનીએ Strom R3 ઇલેક્ટ્રિક કારની બુકિંગની રકમ 10,000 રૂપિયા રાખી છે. કંપનીના જણાવ્યા મુજબ, આ વર્ષે આ ઇલેક્ટ્રિક કારના બુકિંગ કરાવ્યા પર, તેની ડિલિવરી 2022 થી શરૂ થશે. તમને જણાવી દઈએ કે બુકિંગ શરૂ થયાના માત્ર 4 દિવસમાં જ કંપનીએ આ કાર ના 7.5 કરોડ રૂપિયાના લગભગ 165 યુનિટ્સ નુ બુકિંગ કરી લીધુ હતુ. આ આંકડો સતત વધી રહ્યો છે. સ્ટ્રોમ મોટર્સે વર્ષ 2018 માં તેની ઇલેક્ટ્રિક કાર સ્ટ્રોમ આર 3 રજૂ કરી હતી.
Strom R3 એ ત્રણ વ્હીલ અને ટુ-ડોર ઇલેક્ટ્રિક કાર છે. આ કારને આગળના ભાગમાં બે પૈડાં અને પાછળના ભાગમાં એક પૈડું આપવામાં આવ્યું છે. આમાં રિવર્સ ટ્રાઇક કોંફ્યુગરેશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઇલેક્ટ્રિક કારને મુંબઈ, દિલ્હી અને બેંગ્લોર જેવા શહેરી વિસ્તારો માટે ખાસ ડિઝાઇન અને ડેવલપ કરવામાં આવી છે.
કારને એક એજિ ડિઝાઇન આપવામા આવી છે, જેમાં મસ્ક્યુલર ફ્રન્ટ બમ્પર, એલઇડી લાઇટ્સ, રીઅર સ્પોઇલર, સનરૂફ, એક સફેદ રુફ ની સાથે ડ્યુઅલ ટોન રંગ આપવામા આવ્યો છે. Strom R3 ઇલેક્ટ્રિક કારને ઇલેક્ટ્રિક મોટર અને લિથિયમ-આયન બેટરી પેક મળે છે જે 20 બીએચપી પાવર અને 90Nm ટોર્ક જનરેટ કરે છે.
તેને રિજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ આપવામાં આવી છે અને 3 ડ્રાઇવિંગ મોડ્સ – ઇકો, નોર્મલ અને સ્પોર્ટ્સ ઉપલબ્ધ છે. કંપનીનો દાવો છે કે આ ઇવીની ટોચની ગતિ 80 કિલોમીટર પ્રતિ કલાક છે. કારની બેટરી સંપૂર્ણ ચાર્જ થવા માટે 3 કલાકનો સમય લે છે.
વળી, કંપનીનો દાવો છે કે આ એન્ટ્રી-લેવલ કાર સંપૂર્ણ ચાર્જ થવા પર 200 કિ.મી. સુધીની રેન્જ આપે છે. આ કાર ત્રણ વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવશે. વેરિએન્ટના આધારે, તેને 120 કિમી, 160 કિમી અને 200 કિમીની ડ્રાઇવિંગ રેન્જ મળશે. કંપનીનું કહેવું છે કે શહેરની અંદર દરરોજ 10 થી 20 કિલોમીટરની મુસાફરી કરતા લોકોને ધ્યાનમાં રાખીને આ કારની ખાસ રચના કરવામાં આવી છે.
કાર ચલાવવાનો ખર્ચ પ્રતિ કિલોમીટર માં માત્ર 40 પૈસા છે. કંપનીના કહેવા પ્રમાણે, આ કાર ચલાવનારા 3 વર્ષમાં 3 લાખ રૂપિયાની બચત કરી શકશે. આ કોમ્પેક્ટ ઇવીમાં 12-વે એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ, 4.3 ઇંચ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ, ક્લાઇમેટ કંટ્રોલ, રિમોટ કીલેસ એન્ટ્રી જેવી સુવિધાઓથી સજ્જ છે.
વળી, આ કારમાં IoT- એનેબલ્ડ કન્ટીન્યુઅસ મોનિટરિંગ સિસ્ટમ અને 4G કનેક્ટિવિટી, વોઇસ કંટ્રોલ, જેસ્ચર કંટ્રોલ, 20GB ઓનબોર્ડ મ્યુઝિક સ્ટોરેજ અને ટર્ન-બાય ટર્ન નેવિગેશનવાળી 7 ઇંચની વર્ટીકલ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામા આવી છે..
Strom R3 ઇલેક્ટ્રિક કાર બે લોકોને બેસવા માટે બનાવવામાં આવી છે. આને બે કેપ્ટન સીટ કે પછી 3 લોકો માટે સિંગલ બેંચ સીટ ની સાથે રજુ કરવાની આશા છે. આ એક નાની ઇલેક્ટ્રિક કાર છે જેની લંબાઈ 2,907 મીમી, પહોળાઈમાં 1,405 મીમી અને ઊચાઈ 1,572 મીમી છે. આ કારની ગ્રાઉન્ડ ક્લિયરન્સ 185 મીમી છે.
આ ઇલેક્ટ્રિક કારનું વજન 550 કિલો છે. તેમાં 155/80 સેક્શન ટાયર સાથે 13 ઇંચના સ્ટીલ વ્હીલ્સ મળે છે.સ્ટ્રોમ મોટર્સનો દાવો છે કે આ ઇલેક્ટ્રિક કાર ને 400 લિટર લગેજ સ્પેસ માટે બનાવવામાં આવી છે. જેમાં 300-લિટર લગેજ સ્ટોરેજ કાર ના પાછળના ભાગમાં અને આગળના ભાગમાં 100-લિટર સામાન રાખવાની જગ્યા ઉપલબ્ધ છે.
આગળ બે હાઇડ્રોલિક ડિસ્ક બ્રેક્સ અને પાછળ ડ્રમ બ્રેક્સ આપી છે. કંપની આ એન્ટ્રી લેવલની ઇવી સાથે 3 વર્ષ / એક લાખ કિલોમીટરની વોરંટી આપી રહી છે. Strom R3 કાર ત્રણ વેરિયન્ટમાં આપવામાં આવશે. આ ઇલેક્ટ્રિક કારની પ્રારંભિક કિંમત રૂપિયા 4.5 લાખ છે. કંપનીએ પ્રારંભિક તબક્કામાં આ કાર નુ બુકિંગ ફક્ત દિલ્હી અને મુંબઇમાં જ શરૂ કર્યુ છે. અન્ય શહેરોમાં પણ તેનું બુકિંગ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ ઇવી 4 કલર સ્કિમ સાથે રજૂ કરવામાં આવી છે. તેમા ઇલેક્ટ્રિક બ્લુ, નિયોન બ્લુ, લાલ અને કાળો રંગ સામેલ છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…