આપણે બધા જાણીએ છીએ કે ફિલ્મ “છેલ્લો દિવસ” બોક્સ ઓફિસ પર સુપર ડુપર હિટ રહી હતી. આ ફિલ્મ દ્વારા ગુજરાતી ફિલ્મ જગતમાં એક નવો વળાંક આવ્યો હતો. આ ફિલ્મમાં મોટાભાગના બધા જ ચહેરાઓ એકદમ નવા હતા. જોકે તેઓ નો અભિનય જોઈને એવું કહી શકાય નહીં કે તેઓ પહેલી વખત અભિનય કર્યો હશે.
આ સિવાય આ ફિલ્મ એવી રીતે સફળ રહી હતી કે આ ફિલ્મનો દરેક ડાયલોગ આજે દરેક વ્યક્તિના મનમાં ઘર કરી ગયો છે. આ ફિલ્મમાં અભિનય બદલ કા એવોર્ડ પણ આપવામાં આવ્યા હતા.
આવી સ્થિતિમાં આજે અમે તમને છેલ્લો દિવસ ફિલ્મના જ એક એવા કલાકાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેને તેના ઉત્કૃષ્ટ અભિનય બદલ લોકોના દિલમાં જગ્યા બનાવી છે. હા, અમે વાત કરી રહ્યા છીએ નિખિલ ઉર્ફે યશ સોની ની… તેમનો જન્મ 16 ઓકટોબર 1996માં થયો હતો અને તેઓએ 6 વર્ષથી જ અભિનયની શરૂઆત કરી દીધી હતી.
એવું કહેવામાં આવે છે કે વર્ષ 2016માં યાજ્ઞિક દ્વારા રચિત ફિલ્મ છેલ્લો દિવસની રિમેક ડેઝ ઓફ ટફરીથી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. આ સિવાય યશે વર્ષ 2019માં બીજી એક સફળ ફિલ્મ ચાલ જીવી લઈએ દ્વારા પણ લોકોના દિલમાં જગ્યા બનાવી હતી. જેમાં એક પિતા પુત્રના પ્રેમનું વ્યાખ્યાન કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની હતી.
એવું કહેવામાં આવે છે કે નિખિલ રીયલ લાઇફમાં પણ એકદમ મોજીલો માણસ છે. યશ હંમેશા ટેન્શન ફ્રી અને મોજમાં રહેવાનું પસંદ કરે છે. આ સાથે તે તેના સહભાગીઓ સાથે પણ સારી રીતે વર્તન કરે છે. જોકે તેને કોમેડી કરવાનો ખુશ શોખ છે અને તેની કોમિક ટાઈમિંગ પણ સારી છે. જેના પરથી કહી શકાય કે તે ભવિષ્યમાં એક સારો અભિનેતા બની શકે છે.
આ સિવાય થોડાક દિવસો પહેલા યશ સોનીનું એક રિમેક સોંગ રિલીઝ કરવામાં આવ્યું હતું. જેનું નામ “આયો રે” હતું. આ ગીતમાં પણ પુત્ર અને માતાના સબંધો વિશે બતાવવામાં આવ્યું છે. આ સોંગ પણ લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવવામાં સફળ રહ્યું છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…