ઓડિશાની એક વિચિત્ર ઘટના: એક વ્યક્તિને સાપે ભર્યું બચકું તો તેને લીધો એવો બદલો કે તેને જાણી તમારા ઉડી જશે હોશ
ઓડિશામાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. ઓડિશાના જાજપુર જિલ્લાના એક ગામમાં 45 વર્ષીય આદિવાસી વ્યક્તિ દ્વારા સાપને બચકું ભરવામાં આવતા સાપનું ત્યાને જ મોત થઈ ગયું હતું. સાલિજંગા પંચાયતના ગાંભરી પાટીયા ગામનો યુવક બદ્રા નામનો વ્યક્તિ ખેતરમાંથી ઘરે આવી રહ્યો હતો તે દરમિયાન સાપ દ્વારા તેના પગમાં ડંખ મારવામાં આવ્યો હતો. જ્યારે તેનો બદલો લેવા માટે આ કિશોર બદ્રા દ્વારા સાપને પકડીને બચકું ભરી લેવામાં આવ્યું હતું.
જ્યારે આ સમગ્ર ઘટના બાદ કિશોર બદ્રા આ મરેલા સાપને ગામમાં લઇ આવ્યો હતો. ત્યાર બાદ તેને પત્નીને તમામ વાત જણાવી હતી. તેણે કહ્યું હતું કે, ગઈ કાલે રાત્રે જ્યારે હું ઘરે આવી રહ્યો હતો, ત્યારે મારા પગમાં કંઈક વાગ્યું હોય તેવું મને લાગ્યું હતું. તેના કારણે મેં ટોર્ચ ચાલુ કરી અને મેં જોયું કે મને ઝેરીલા સાપ દ્વારા ડંખ મારવામાં આવ્યો છે.
પછી હું તે સાપ સાથે બદલો લેવા માટે સાપને હાથમાં લઈને વારંવાર બટકું ભરવા લાગ્યો અને મે સાપને ત્યાં જ પતાવી નાખ્યો હતો. ત્યાર બાદ આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ હતી અને તે ચર્ચાનો વિષય બની ગયો હતો. બદ્રાએ તેના મિત્રોને સાપ બતાવ્યો. કેટલાક લોકોએ બદ્રાને હોસ્પિટલ જવાની સલાહ આપી, પરંતુ તેણે હોસ્પિટલ જવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.
તે જ રાતના આ અંગે સલાહ લેવા માટે બદ્રાને વૈદ્ય પાસે લઈ જવાયો હતો. સદભાગ્યે બદ્રાને સાપના ડંખની કોઈ અસર થઈ નહોતી. બદ્રા દ્વારા આ અંગે કહેવામાં આવ્યું છે કે, “ભલે મેં ઝેરીલા સાપને બચકું ભર્યું, પરંતુ મને કંઈ થયું નથી. હું ગામમાં રહેનાર એક વૈદ્ય પાસે ગયો અને હું સાજો પણ થઈ ગયો છો.”