કિડની ની બીમારી થી પીડિત પત્ની ને એકલી મૂકી ને પતિ તેના ફોઇ ના ઘરે રહેવા ચાલ્યો ગયો, પછી પત્નીએ જે કર્યું જાણી ને ચોંકી જશો
લવમેરેજ બાદ પિતા પાસેથી 9 લાખ રૂપિયા લેવા છતાં ત્રાસ આપતા પત્નીએ સાબરમતી પોલીસમાં ફરિયાદ કરી, 15 દિવસથી એકલા બીમાર મૂકીને જતો રહ્યો છે.
અમદાવાદ શહેરમાં અંચબીત બનાવ બની ગયો. માહિતી સાબરમતી પોલીસ સ્ટેશનના એક કેસની છે જ્યાં પરિણીતાએ પોતાના પતિ સામે જ માનસિક શારીરિક ત્રાસ આપતો હોવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસમાં કરેલ ફરિયાદ મુજબ પરિણીતા 15 દિવસથી બીમાર હોવા છતાં પતિ પત્નીને છોડી તેની ફુઈ સાસુને ત્યાં રહેવા ગયો આ ફરિયાદ આધારે પોલીસ તપાસ હાથ ધરી છે
પોલીસ સ્ટેશનમાં કરેલ ફરિયાદ મુજબ અમદાવાદના સાબરમતીના ગોતા વિસ્તારમાં રહેતી 34 વર્ષીય પરિણીતાની વર્ષ 2009માં બંને કિડની ફેલ થઈ ગઈ હતી અને પિતાએ કિડની દોનેટ કરી હતી. એ સમય દરમ્યાન 2011માં ખાનગી કંપનીમાં જોબ કરતાં હિરેન સાથે પ્રેમ થઈ જતાં બંને એ પરિવારની સમંતીથી લગ્ન કર્યા હતા લગ્ન પહેલા જ મહિલાએ પોતાની શારીરિક બીમારી વિષે કહી દીધું હતું.
પોલીસ સ્ટેશનમાં નોંધેલ ફરિયાદમાં મુજબ પરિણીતાના સાસુ સસરા અમેરિકામાં રહે છે અને તે અહી તેના પતિ સાથે લગ્નના 2 વર્ષ બધુ સારું ચાલ્યું પરંતુ મહિલાની તબિયત સારી ન રહેતી હોવાથી સસરાએ અમેરિકામાં સારવાર કરવાની પણ વાત કરી હતી અને તે ખર્ચ કરવા માટે તેણીએ તેના પિતા પાસેથી 10 લાખ રૂપિયા મંગાવ્યા હતા જેમાં પિતાએ દીકરીના સુખ માટે 6 લાખ પછી બાકીના થોડા થોડા કરીને કુલ 9 લાખ રૂપિયા આપી દીધા હતા.
પિતા તરફથી પૈસા આવ્યા બાદ પણ પતિ તેની સાથે નાની બાબતે ઝઘડો કરતો હતો અને રાતે મોડો ઘરે આવતો હતો આ કારણે પરિણીતાને તેના ફુઈ સાસુ પણ ઘરે આવી બોલી જતાં હતા થોડાક સમય પહેલા પતિ પરિણીતાને છોડી 15 દિવસથી બીમાર પત્નીને એકલી મૂકી તે પણ એની ફુઈને ત્યાં રહેવા ચાલ્યો ગયો છે આ વાતથી પત્નીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.