અકસ્માત ના ઘણા બનાવો સામે આવી રહ્યા છે, જેમાં કેટલાય પરિવાર ના માળા વિખાય જાય છે. રાજસ્થાન ના ઝાલોર જીલા મા પણ આવો જ એક અકસ્માત બન્યો છે. ઝાલોર મા આવેલા સાંચોર મા ચાર માર્ચ, રવિવારે સવાર મા એક ભયંકર દુર્ઘટના ઘટી છે.
આ દુર્ઘટના માં સાંચોર ના ગણપતલાલ સુથાર ના પત્ની, તેમના બે દીકરા, ભાણેજ અને ભાણી એક કુલ પાચ લોકો મૃત્યુ પામ્યા છે. આ પરિવાર કાર મારફતે જોધપુર થી સાંચોર જઈ રહ્યો હતો એ વખતે સાચોર થી અંદાજિત ૧૦ કિલોમીટરના અંતરે એક ઓવર સ્પીડ માં આવતા ટ્રકે આ પરિવારની કારને ટક્કર મારી હતી. જેના લીધે આ પરિવાર ના ચાર સભ્યો ના ઘટનાસ્થળે જ મોત થયા હતા, અને એક સભ્યનું દવાખાનામાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું.
મરનાર વ્યક્તિઓમાં ગણપતલાલ સુથાર ના પત્ની શાંતિદેવી, તેમના બે દીકરા દિનેશ(ઉમર વર્ષ પચ્ચીસ) અને ભજન લાલ(ઉંમર વર્ષ બાવીસ), અને બે દીકરીઓ ના બાળકો જસરાજ અને હાથિસા છે. સાંચોર થી લગભગ 10 કિમિ દૂર નેશનલ હાઇવે પર સામેથી આવતા ખટારા એ આ પરિવાર ની કાર ને ભયાનક ટક્કર મારતા આ બનાવ બન્યો હતો. અકસ્માત મા મૃતક પરિવાર ની ગાડી નું બોનેટ ટ્રક ની નીચે આવી ગયું હતું.
પોલીસે આસપાસના લોકોની મદદથી કારમાં ફસાયેલા પરિવારના લોકોને મહા મહેનતે બહાર કાઢ્યા પરંતુ ત્યાં સુધીમાં પરિવારના ચાર સભ્યો ના મૃત્યુ થઈ ચૂક્યા હતા. નાના દીકરા ભજનલાલ ના હજી શ્વાસ ચાલુ હતા, આથી તેમને નજીકના દવાખાનામાં સારવાર હેઠળ ખસેડાયા. પરંતુ સારવાર દરમિયાન તેમને પણ અંતિમ શ્વાસ લીધા હતા. દુર્ઘટનાગ્રસ્ત પરિવારના મોભી ગણપતલાલ સુથાર સાંચોર વિસ્તારના કોંગ્રેસ ઓબીસી સેલ ના નેતા છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…