દેશ

ઈડીએ દાઉદ ઇબ્રાહિમના ભાઈ ઇકબાલ કાસકરની મની લોન્ડ્રિંગ કેસમાં કરી ધરપકડ

મુંબઈથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા 1993 ના મુંબઈના બોમ્બ ધમાકાના માસ્ટરમાઇન્ડ દાઉદ ઇબ્રાહિમના ભાઈ ઇકબાલ કાસકરની મની લોન્ડ્રિંગના કેસમાં ધરપકડ કરવામાં આવી હોવાની જાણકારી સામે આવી છે. કેમ કે તેની કાસકરની મની લોન્ડ્રિંગ કેસમાં સંડોવણી હોવાની જાણકારી સામે આવી હતી.

તેની સાથે જાણકારી સામે આવી છે કે, જેલમાં બંધ કાસકરની વિરુદ્ધ તાજેતરમાં મની લોન્ડ્રિંગનો એક કેસ દાખલ કરવામાં આવેલ છે. અધિકારીઓ મુજબ કથિત મની લોન્ડ્રિંગના અનેક કેસમાં પહેલાથી ઠાણે જેલમાં બંધ કાસકરને નવા કેસમાં કસ્ટડીમાં લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. અધિકારીઓ દ્વારા આ બાબતમાં જણાવવામાં આવ્યું છે કે, કાસકરને વિશેષ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ કેસ બાબતમાં કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. જ્યારે 16 ફ્રેબુઆરીના તેના વિરુદ્ધ રજૂ થવાનું વોરંટ જાહેર કરવામાં આવ્યો હતો.

આ સિવાય જાણકારી સામે આવી છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આ નવા કેસમાં ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહિમ અને મુંબઈ અન્ડરવર્લ્ડ સાથે જોડાયેલા અન્ય લોકોને લઈને પૂછપરછ કરવા માટે તેની કસ્ટડીની માંગ કરવામાં આવી શકે છે. જ્યારે હવે કાસકર વિરુદ્ધ નવો કેસ દાખલ કરવામાં આવ્યો છે. એવામાં 15 ફેબ્રુઆરીના મુંબઈમાં અન્ડરવર્લ્ડના સંચાલન, કથિત ગેરકાયદેસર સંપત્તિના સોદા અને હવાલાની લેતીદેતી સાથે જોડાયેલા દરોડા બાદ ઇડી દ્વારા આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

[quads id=1]

Related Articles

Back to top button