સ્વાસ્થ્ય

આયુર્વેદ અનુસાર પૂર્ણ પોષણ મેળવવાં માટે દિવસ ના આ સમયે પીવો દૂધ

દૂધ ને સંપૂર્ણ આહાર માનવામા આવે છે. દૂધ ઘણા બધાં પોષક તત્વો થી ભરપૂર હોય છે, જેનાથી ફક્ત સ્નાયુ જ મજબુત નથી થતા પણ દૂધ પીવાથી બાળકો ની ઉંચાઈ પણ વધે છે. આયુર્વેદ માં દૂધ પીવા ની સાચી રીત અને સમય વિશે કહેવામાં આવ્યુ છે. આયુર્વેદ ની અનુસાર દૂધ ચોક્કસ સમયે પીવા થી તેના પોષક તત્વો નો વધારે લાભ થાય છે.

આ પોષક તત્વો થી ભરપૂર હોય છે દૂધ: દૂધ પ્રોટીન, કૈલ્શિયમ અને રાઈબોફ્લેવિન ( વિટામીન બી-૨) થી ભરપૂર હોય છે, આ સિવાય આમાં વિટામીન એ, ડી, કે અને ઈ સહિત ફોસ્ફરસ, મૈંગ્નેશિયમ, આયોડીન અને કેટલાંક ખનીજ, ફેટ અને ઊર્જા પણ હોય છે.

આયુર્વેદ ની અનુસાર શું છે નિયમ: આયુર્વેદ માં મિલ્કશેક ની મનાઈ છે, આનું સૌથી મોટું કારણ છે કે આયુર્વેદિક નિયમો અનુસાર કેરી, કેળા, કોળું અને બીજા ખાટા ફળો ને કયારે પણ દૂધ કે દહી સાથે ન ખાવાં જોઈએ. કેળા જ્યારે દૂધ સાથે ભળે છે તો અગ્નિ (ગેસ્ટ્રિક ફાયર) ને ઓછી કરી આંતરડા પર અસર કરે છે, જેનાથી ઝેરી તત્વો (ટોક્સિન) બને છે, જેમાં થી સાઈનસ, શર્દી, ખાંસી, એલર્જી, ચકામા જેવી તકલીફો થઈ શકે છે.

દૂધ માંથી વધું ફાયદો લેવા આ સમયે પીવો: જો તમે તમારા શરીર માં મસલ્સ બનાવવાં માગતા હોવ, તો તમે સવારે દૂધ પીય શકો છો, આની સિવાય દૂધ પીવા માટે રાતનો સમય એક સારા માં સારો સમય છે. વધારા ના ફાયદા માટે તમે દૂધ ને અશ્વગંધા ની સાથે પી શકો છો, જે તમારી ઉંઘ માં સુધારો કરીને તમારી યાદશક્તિ વધારવા માં મદદ કરશે.

આયુર્વેદ દરેક વ્યક્તિ ને દૂધ પીવા ની સલાહ આપે છે, પણ જે લોકો ને દૂધ થી એલર્જી છે એમણે દૂધ ન પીવું જોઈએ, પણ દૂધ પીવાનો સૌથી સારો સમય સાંજ થી લઈ ને રાત્રે સુવાં સુધીનો હોય છે. સવારે દૂધ પીવું ન જોઈએ કેમકે પ્રાચીન માન્યતાઓ અનુસાર સવાર નાં સમયે દૂધ પીવા થી શરીર ને દૂધ પચાવવું ભારે લાગી શકે છે. સાથે જ તમને થાક પણ લાગી શકે છે. પાંચ વર્ષ કરતા મોટી ઉંમર ના લોકો એ સવારે દૂધ ક્યારે પણ પીવું ન જોઈએ કેમકે આવું કરવાથી એસિડિટી થઈ શકે છે. આયુર્વેદ માં એવી પણ સલાહ દેવા માં આવી છે કે ખારા ખાદ્ય પદાર્થો ની સાથે દૂધ ન પીવું જોઈએ, જેમ કે દૂધ ની સાથે બ્રેડ બટર.

રાતનાં સમયે દૂધ પીવાનાં ફાયદા: આયુર્વેદ લોકો ને સાંજ નાં સમયે દૂધ પીવા ની સલાહ આપે છે. રાત્રે દૂધ પીવાથી શરીર માં ઓજસ આવે છે. આયુર્વેદ માં ઓજસ એક એવી સ્થિતિ છે, જેમાં તમે યોગ્ય રીતે પાચન કરી શકો છો. સુતા પહેલા દૂધ પીવા થી તમારુ મન શાંત થશે અને તમને સારી ઉંઘ લાવવા મા મદદ કરશે.

[quads id=1]

Related Articles

Back to top button