દેશ

ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશન વેચવાના મામલા મા ચાર શખ્શો ની કરવામા આવી ધરપકડ

કોરોના મહામારી મા દર્દીઓ નો જીવ બચાવવાં માટે ની દવા ને લઇ ને દેશભર મા અત્યારે કાળાબઝારીયાઓ ફાટી નીકળ્યા છે. ત્યારે મહારાષ્ટ્ર મા એક એવો કિસ્સો સામે આવ્યો છે કે તેને વાચી ને તમે કહેશો કે ખરેખર માનવતા મરી પરવારી છે. મહારાષ્ટ્ર પોલીસે ડુપ્લીકેટ રેમડેસીવીર ઇન્જેક્શન વેંચતા ચાર લોકો ની ધરપકડ કરી છે.

સમાચાર એજન્સી એ એન આઈ ના રિપોર્ટ મુજબ મહારાષ્ટ્ર પોલીસે પુણે માંથી 4 નારાધમો ની ધરપકડ કરી છે જે ખોટા ઇન્જેક્શન વેચી ને લોકો ની તબિયત સાથે ચેડાં કરી રહ્યા હતા. પુણે ગ્રામીણ પોલીસ ના અધિકારી નારાયણ શિરગાવકાર એ વધુ મા જણાવ્યું કે આ નરાધમો રેમડેસીવીર ઇન્જેક્શન મા પેરાસીટેમોલ ભરી ને વેંચતા હતા. તેમની પાસે થી 3 ઇન્જેક્શન મળી આવ્યા છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે.

વધુ માં જણાવિએ તો શનિવારે કોરોના સંક્રમિત દર્દીઓ ની જીવ બચાવવાં વાળી દવા સપ્લાય કરવા વાળી એક કંપની બ્રુક ફાર્મા કંપની નો માલિક રાજેશ ડોકણીયા ને પોલીસે હીરાસત મા લીધો હતો. ત્યારબાદ મહારાષ્ટ્ર ના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફાડનવીસ બીજા નેતાઓ ની સાથે તાબડતોડ પોલીસસ્ટેશન પહોંચી ગ્યા હતા અને તેને છોડવાની માંગ કરી હતી. જાણકારી પ્રમાણે પોલીસ ને રેમડેસીવીર ઇન્જેક્શન ની કાળાબાઝારી ની ખબર મળતા પૂછતાછ માટે રાજેશ ને પકડી લાવવામા આવ્યો હતો.

[quads id=1]

Related Articles

Back to top button