સમાચાર

નકલી પોલીસે પાંચ વર્ષ સુધી અસલી પોલીસ સાથે રહી ને કર્યું કામ, જાણો કેવી રીતે ફૂટ્યો ભાંડો

ઉત્તર પ્રદેશના મુરાદાબાદથી એક ખૂબ જ ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક વ્યક્તિ પાંચ વર્ષ તેના જીજાજી ની જગ્યાએ કોન્સ્ટેબલ તરીકે કામ કરતો રહ્યો, પણ કોઈને પણ તેના વિશે ખબર નહોતી. પરંતુ જ્યારે કોઈ બહારના વ્યક્તિએ તેની ફરિયાદ કરી ત્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો હતો.

પોલીસે આરોપીની ધરપકડ કરી છે, અને પાંચ વર્ષથી અસલી પોલીસ સાથે કામ કરનારો બનાવટી પોલીસ ફરાર છે. પૂછપરછમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસ વિભાગને બાતમી મળી હતી કે કોટવાલી ઠાકુરદ્વારામાં પીઆરવીના વાહન નંબર 281 પર મુકેલા કોન્સ્ટેબલ અનિલ કુમાર ખરેખર અનિલ નથી, પરંતુ પાંચ વર્ષથી ફરજ બજાવતા તેનો સાળો સુનિલ ઉર્ફે સન્ની છે.

વર્ષો બાદ આવો ખુલાસો થતાં અધિકારીઓમાં હંગામો થયો હતો. ઝડપી તપાસ કર્યા બાદ જાણવા મળ્યું કે ફરિયાદ સાચી છે. અનિલ પાંચ વર્ષ પહેલા ફરજ પર આવવાનું બંધ કરી દીધું હતું. અનિલની જગ્યાએ તેનો સાળો સુનિલ ફરજ બજાવતો હતો. તમામ પુરાવા એકત્રિત કર્યા બાદ પોલીસે આરોપી અનિલ કુમારની ધરપકડ કરી હતી.

અનિલે તેનો ગુનો સ્વીકાર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે તેની નોકરી શિક્ષણ વિભાગમાં હતી, ત્યારબાદ તે પોલીસ ફરજમાં જોડાયો ન હતો. પોલીસ હવે એ શોધવાનો પ્રયાસ કરી રહી છે કે આ છેતરપિંડી આટલા લાંબા સમય સુધી કેવી રીતે છુપાઇ રહી. પોલીસને શંકા છે કે આ કામ બનાવટી દસ્તાવેજોની મદદથી કરવામાં આવ્યું છે. એએસપી અનિલકુમાર યાદવ કહે છે કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આ છેતરપિંડીમાં સામેલ કોઈપણ આરોપીને બક્ષવામાં આવશે નહીં.

[quads id=1]

Related Articles

Back to top button