બોલિવૂડ

દુનિયાભરમાં એશ્વર્યા રાયની છે 5 હમશકલ, તસવીરો જોઈને ઓળખવી પણ મુશ્કેલ, જુવો – એક ક્લિક પર…

તમે ઘણી જગ્યાએથી આ વાત સાંભળી હશે કે વિશ્વના દરેક માણસોની 7 હમશકલ હોય છે. એટલે કે આખા વિશ્વમાં એક ચહેરા જેવા બીજા સાત ચહેરા હોય છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને એશ્વર્યા રાયના કેટલાક હમશકલ ની તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ. આજે અમે તમને એક કે બે નહીં, પરંતુ એશ્વર્યાની પાંચ હમશકલ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ અને રસપ્રદ વાત એ છે કે તેઓ એશ્વર્યા રાયની જેમ જ આકર્ષક દેખાય છે.

મહલાઘા જબેરી

આ સૂચિમાં પ્રથમ નામ મહલાઘા જબેરીનું નામ આવે છે. ઈરાનની મોડેલ મહલાઘા જબેરી એશ્વર્યા રાયની હમશકલ માનવામાં આવે છે. આંખોથી લઈને તેમના હોઠ સુધી દરેક વસ્તુ એશ્વર્યા સાથે મેળ ખાય છે. મહલાઘા જબેરીનો ફેસ કટ પણ એશ્વર્યાને મળતો આવે છે. તમને જણાવી દઈએ કે મહલાઘા વર્ષ 2019 માં ભારત આવી હતી અને આ સમય દરમિયાન, તે એક મંદિરની બહાર ફોટોગ્રાફી કરી રહી હતી. જ્યારે આ ફોટો સોશિયલ મીડિયા પર આવ્યો ત્યારે તેણે એશ્વર્યા રાયની હમશકલ તરીકે નામના બનાવી હતી.

સ્નેહા ઉલ્લાલ

સ્નેહા ઉલ્લાલ વિશે મોટાભાગના લોકો જાણતા હશે. લકી ફિલ્મથી તેણે સલમાન ખાન સાથે ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો હતી. જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેને બોલીવુડમાં આવતાની સાથે જ તેની તુલના એશ્વર્યા રાય સાથે કરવામાં આવી. સ્નેહાનો સંપૂર્ણ ફેસ કટ એશ્વર્યા રાયની સાથે મેળ ખાય છે. સ્નેહાને એશ્વર્યા રાયની યુવાનીની ફોટો કોપી કહેવાતી હતી. જોકે સ્નેહા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વધારે કમાણી કરી શકી નથી. આ ફિલ્મ લકી ફ્લોપ સાબિત થઈ હતી, ત્યારબાદ તેને કામ પણ મળ્યું નહોતું. જેના લીધે તેણે બોલિવૂડને વિદાય આપી હતી.

આમના ઇમરાન

આમના ઇમરાન એક પાકિસ્તાની તબીબી વ્યવસાયથી સંબંધિત મહિલા છે. તેનો દેખાવ એશ્વર્યા રાય સાથે ખૂબ નજીકથી મેળ ખાય છે. તેની આંખો સિવાય બધો ચહેરો એશ્વર્યા રાય જેવો જ છે. તાજેતરમાં તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઇન્સ બની છે. આ દરમિયાન ઘણા લોકોએ તેમને એશ્વર્યા રાયના હમશકલનું બિરુદ પણ આપ્યું છે.

અમુજ અમૃતા

અમુજનો એક વીડિયો મીડિયા પર એકદમ વાયરલ થયો હતો, ત્યારબાદ તે એશ્વર્યા રાયના હમશકલ તરીકે જાણીતી બની હતી. તેના ફોટાની તુલના એશ્વર્યા રાય સાથે કરવામાં આવી હતી.

માનસી નાઈક

માનસી નાઈક મરાઠી અભિનેત્રી છે. એશ્વર્યા રાયના હમશકલ માનસી નાયકનું પણ ઘણું ધ્યાન ગયું છે. ઇન્ટરનેટ પર લોકો માનસીને એશ્વર્યા રાયના નામથી બોલાવે છે. આ નામ સાથે તેણે ખૂબ પ્રશંસા અને હેડલાઇન્સ મેળવી છે. તેમને જોતા લાગે છે કે યંગ એશ્વર્યાએ વાપસી કરી છે. માનસી નાઈકનો ફેસ એશ્વર્યા રાય સાથે ઘણા અંશે મેળ ખાય છે.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago