યશવંત સિંહાને હરાવીને દ્રૌપદી મુર્મુ દેશની પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ બની
એનડીએના રાષ્ટ્રપતિના ઉમેદવાર માટે દ્રૌપદી મુર્મૂની જીત થઇ છે. તેની સાથે દેશને નવા અને પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ મળ્યા છે. દેશના નાગરિકો સહિત ટોચના નેતાઓ દ્રૌપદી મુર્મૂને અભિનંદન પાઠવી રહ્યા છે. જ્યારે દ્રૌપદી મુર્મૂ દેશના 15 માં રાષ્ટ્રપતિ બનશે. દ્રૌપદી મુર્મૂને ક્રોસ વોટિંગ દ્વારા અત્યાર સુધી 17 સાંસદો અને 104 ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત થયું છે. આ સિવાય અત્યાર સુધી 16 રાજ્યોમાં 104 ધારાસભ્યો દ્વારા ક્રોસ વોટ કરવામાં આવ્યા છે.
આ સિવાય દ્રૌપદી મુર્મૂને સમર્થન આપનારા સાંસદોની સંખ્યા 523 રહેલી હતી, પરંતુ મત 540 મળ્યા હતા. તેનો એ અર્થ થાય છે કે, 17 સાંસદો દ્વારા તેમના પક્ષમાં ક્રોસ વોટિંગ કરવામાં આવ્યું હતું. આમ અત્યાર સુધી 16 રાજ્યોમાં 104 ધારાસભ્યોએ ક્રોસ વોટ કરી દ્રૌપદી મુર્મૂને વોટ આપવામાં આવ્યો હતો. એવામાં વિપક્ષમાં હોવા છતાં આ ધારાસભ્ય અને સાંસદો દ્વારા દ્રૌપદી મુર્મૂને સમર્થન આપવામાં આવ્યું છે અને તેમને મત પણ આપ્યા છે.
ગુજરાતમાં એનસીપી ધારાસભ્ય કાંધલ એસ જાડેજા દ્વારા કહેવામાં આવ્યું હતુ કે, તેઓ અંતરાત્માનો અવાજ સાંભળી દ્રૌપદી મુર્મૂને સમર્થન આપવામાં આવ્યું છે જ્યારે તેમની પાર્ટી એનસીપી યશવંત સિંહાના પક્ષમાં રહેલી હતી. ગુજરાતમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીના નેતા છોટુભાઇ વસાવા દ્વારા પણ ક્રોસ વોટિંગ કરવામાં આવ્યું હતું. આ સિવાય અખિલેશ યાદવના કાકા શિવપાલે દ્રૌપદી મુર્મૂને મત આપવામાં આવ્યો હતો. તેમના બરેલીના ધારાસભ્ય શહઝીલ ઇસ્લામે પણ ખુલીને ક્રોસ વોટિંગ કરવામાં આવ્યું હતું. હરિયાણાના કોંગ્રેસ ધારાસભ્ય કુલદીપ બિશ્નોઇએ દ્રૌપદી મુર્મૂને વોટ આપવામાં આવ્યો હતો.