ગુજરાતજાણવા જેવું

પાવાગઢમાં ખોદકામ દરમિયાન મળી આવ્યા પ્રાચીન સમયના ડઝનબંધ તોપના ગોળા

આ શહેરમાં ખોદકામમાં દરમિયાન મળી આવ્યા રાજવી પરિવાર દરમિયાનના ડઝનબંધ તોપોના ગોળા

આપણો ભારત દેશ પુરાણોથી ભરેલો છે, જેના અનેક પુરાવાઓ મળી આવતા રહે છે. જેમાં ઘણા વર્ષો જુના સાધનો અને ઓજારો, મકાનો સહીત પૌરાણિક કલાકૃતિઓ મળી આવતી રહે છે, અને તેની સરકાર દ્વારા ખાસ રીતે જાળવણી કરવામાં આવે છે જેથી તેની નિશાનીઓને જીવત રાખી શકાય, ત્યારે આજે પણ વધુ એક ઘણા વર્ષો જુના યુદ્ધ માટે વપરાતા ટોપના ગોળાઓ મળી આવ્યા છે.

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલા ધાર્મિક સ્થળ પાવાગઢના માચીમાં જિલ્લા પંચાયતની જમીન પર બનેલી ધર્મશાળાની બિલ્ડિંગ નીચેથી ખોદકામ કરતા રાજવી પરિવારના તોપના ગોળા અને લોખંડ મળી આવ્યા છે.

આ સ્થળે ધર્મશાળાને તોડીને નવી બિલ્ડિંગ બનાવવાની કામગીરી ચાલી રહી છે. અહીં ખોદકામ દરમિયાન પૌરાણિક સમયના તોપના ગોળાઓનો ઢગલો મળી આવ્યો છે. જૂની વસ્તુઓ જોઈને વહીવટીતંત્રને તેની માહિતી આપવામાં આવી છે. જુની વસ્તુ મળવાની માહિતી મળતા જ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. હાલમાં અહીં બિલ્ડિંગનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે.

[quads id=1]

Related Articles

Back to top button