દેશ

20 દિવસ માં 72 ડોકટરો કોરોના સામેનો જંગ હારી ચૂક્યા: ઘણા નોકરી મૂકવા કે છુટ્ટી લેવા થયા મજબૂર

દેશ માં કોરોના વાઇરસ નું સંક્રમણ વિશાળ સ્વરૂપ લઈ રહ્યું છે. છેલ્લા અઠવાડિયા થી તો 3 લાખ ની આસપાસ એક્ટિવ કેસ આવી રહ્યા છે. આ વચ્ચે દર્દીઓ નો જીવ બચાવવા માટે ડોકટરો અને નર્સો રાતદિવસ મહેનત કરી રહ્યા છે. પરંતુ આ કોરોના ની બીજી લહેર ના દર્દીઓ ને સજા કરવા માં ખુદ ડોકટરો પણ ખૂબ સંક્રમિત થઈ રહ્યા છે. છેલ્લા 20 દિવસ માં લગભગ 72 ડોકટરો ને આપણે ખોઈ ચૂક્યા છીએ. વધતા સંક્રમણ વચ્ચે ઘણા ડોકટરો હોસ્પિટલ થી છૂટી લેવાનો અથવા નોકરી છોડવાનો વિકલ્પ શોધી રહ્યા છે.

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ના મહા સચિવ ડોકટર જયેશ લેલે એક રિપોર્ટ માં જણાવ્યું કે દેશ માં કોરોના ની બીજી લહેર આવ્યા પછી હાલત થોડીક નાજુક છે. છેલ્લા 20 દિવસ માં આપણે 72 ડોકટર ખોઈ ચૂક્યા છીએ. અમે પીએમ મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, અને સ્વાસ્થ્ય મંત્રી ને પત્ર લખી ને અનુરોધ કર્યો છે કે રાજ્યો માં કોરોના ના વધતા આંકડા સાથે આપણે ડોકટરો ને ખોઈ રહ્યા છીએ એવી સ્થિતિ માં ડોકટરો ના પરિવાર સભ્યો માટે હોસ્પિટલો માં અલગ થી આરક્ષિત બેડ ની વ્યવસ્થા કરવામાં આવે જેથી તેમને સંક્રમણ લાગે તો સારવાર લેવામાં કોઈ પ્રકાર ની અડચણ આવે નહિ.

વધુ માં જણાવતા તેમણે કહ્યું કે આજકાલ દેશ માં ઘણી જગ્યા એ ડોકટર પર હુમલો થવાના પણ કેસ સામે આવી રહ્યા છે. એવામાં ઍવી માંગણી કરવામાં આવી છે કે જે લોકો આવું હુમલો કરવાનું કૃત્ય કરે તેને કડક માં કડક સજા કરવામાં આવે કે જેથી આવા લોકો ભવિષ્ય માં આવી હરકતો કરે નહિ.

મિત્રો જણાવિ દઈએ કે એવા પણ ઘણા દાખલ સામે આવ્યા છે કે કોઈ ડોક્ટરે પોતાના પરિવાર માંથી કોઈ સભ્ય કોરોના માં ગુમાવ્યા હોય તો પણ પોતાની ડ્યૂટિ માંથી પીછેહઠ કરી નથી અને એ દુખ ના ઘૂટડા પીય ને પણ સતત દર્દી ઑ ને સજા કરવા ના કામે લાગી રહ્યા છે. ડોકટરો અને નર્સ અત્યારે પોતાનો જીવ જોખમ માં મૂકી ને લોકો ના જીવ બચાવવા માટે રાતદિન મહેનત કરી રહ્યા છે. સલામ છે આા તમામ ડૉક્ટરઓ ને.

[quads id=1]

Related Articles

Back to top button