પંજાબી ગાયક દિલજાન નુ અમૃતસર નજીક કાર અકસ્માત માં થયું મોત
એએનઆઈના એક અહેવાલ અનુસાર મંગળવારે (30 માર્ચ) સવારે જીવલેણ માર્ગ અકસ્માત માં પંજાબી ગાયક દિલજાન નું નિધન થયું છે. અહેવાલો અનુસાર, ગાયકનું આજે અમૃતસર નજીકના જાંડિલા ગુરુ ખાતે માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. અહેવાલો અનુસાર, તે અમૃતસરથી કરતારપુર જઇ રહ્યો હતો ત્યારે તે જે કારમાં મુસાફરી કરી રહ્યો હતો તે કાર સાથે અકસ્માત સર્જાયો હતો અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
અહેવાલો મુજબ તેમને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોકટરો દ્વારા તેને મૃત જાહેર કરાયો હતો.પંજાબના મુખ્ય પ્રધાન અમરિંદર સિંહે સોશ્યલ મીડિયા પર જઈને ગાયકના મોત પર શોક વ્યક્ત કર્યો હતો.
Shocked at the tragic death of young and promising Punjabi singer Diljaan in a road accident earlier today. It is extremely sad to lose young lives like these on road. My condolences to the family, friends and fans. RIP! pic.twitter.com/ZLxQidrO5P
— Capt.Amarinder Singh (@capt_amarinder) March 30, 2021
“આજે વહેલી તકે એક માર્ગ અકસ્માતમાં યુવાન અને આશાસ્પદ પંજાબી ગાયક દિલજાનના દુ:ખદ મૃત્યુને કારણે આઘાત લાગ્યો છે. અકસ્માત માં આ પ્રકારના યુવાનના જીવ ગુમાવ્યા તે ખૂબ જ દુ:ખની વાત છે. પરિવાર, મિત્રો અને ચાહકો પ્રત્યેની મારી સંવેદના. આરઆઇપી!” પંજાબના મુખ્ય પ્રધાન અમરિંદરસિંહે લખ્યું.
દરમિયાન, દિલજાનની અચાનક નિધન સાથે પંજાબી મ્યુઝિક ઉદ્યોગ માં શોકની લાગણી છવાઈ ગઈ છે. તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કરવા માટે ઉદ્યોગના ઘણા અગ્રણી નામો સોશિયલ મીડિયા આગળ આવ્યા છે.
પોલીસ કહ્યું કે અકસ્માત બાબતે વધુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અકસ્માત કાર ની વધારે પડતી જડપ ને લીધે થયો હોવાનું અનુમાન છે. પિલ ની પાસે પહોંચતજ કાર પર નું સંતુલન ગુમાવી દીધું હતું, આથી ડીવાઇડર સાથે ટકરાઇ ને કાર પલટી ખાઈ ગઈ હતી.
જણાવી દઈ કે ભારત- પાકિસ્તાન વચ્ચે થયેલ કાર્યક્રમ “ સુરક્ષેત્ર “ માં દિલજાન વિજયી બન્યા હતા. ત્યારે એમને ઘણા સુંદર ગાયનો ગાયા હતા. 2 એપ્રિલે દિલજાન નું નવું સોંગ રિલીસ થવાનું હતું.