સમાચાર

કેન્દ્ર અને ચૂંટણી પંચને આ બાબતે દિલ્હી હાઇકોર્ટે આપી નોટિસ્

દંડ કેમ ફક્ત સામાન્ય માણસ ને જ? નેતાઓ પ્રત્યે કેમ નરમાઈ દેખાડવામાં આવે છે?

હજારો લાખોની ભીડમાં નેતાઓ માસ્ક પહેર્યા વગર જ પ્રચાર કરી રહ્યા છે. બીજી તરફ, માસ્ક ન પહેરવા બદલ વિવિધ રાજ્યોમાં સામાન્ય માણસ પાસેથી અત્યાર સુધીમાં કરોડો રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે. આ અંગેની એક અરજીની આજે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી. નામદાર કોર્ટે કેન્દ્રપાસે અને ચૂંટણી પંચ પાસે આ મામલે જવાબ માંગ્યો છે.

આ સંદર્ભે, યુપીના ભૂતપૂર્વ ડીજીપી અને થિંક ટેન્ક સીએએસસીના અધ્યક્ષ વિક્રમસિંહે 17 માર્ચે એક અરજી દાખલ કરી હતી. કોર્ટે 22 માર્ચે આા બાબતે નોટિસ પાઠવી કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને ચૂંટણી પંચને 30 એપ્રિલ પહેલા જવાબ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. તે પછી 23 માર્ચે કેન્દ્ર સરકારે નવી કોરોના માર્ગદર્શિકા બહાર પાડી.

જાહેર જનતા હોય કે નેતા, નિયમો બધા માટે એક હોવા જોઈએ

એડવોકેટ વિરાગ ગુપ્તાએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે આ અરજીમાં કાયદાની સામે ‘સમાનતા’ અને ‘જીવન’ ના મૂળભૂત અધિકારો ને ટાંકીને કહ્યું કે દેશમાં દરેક લોકો માટેના નિયમો એક સમાન હોવો જોઈએ. જો ચૂંટણી ઝુંબેશ દરમિયાન, ઉમેદવારો, સ્ટાર પ્રચારકો અથવા ટેકેદારો માસ્ક ન પહેરી ને નિયમ તોડે છે, તો તેઓ પર કાયમી ધોરણે અથવા નિશ્ચિત સમય માટે પ્રતિબંધ મૂકવો જોઈએ. ચૂંટણી પંચે રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ‘માસ્ક’ અને ‘સામાજિક અંતર’ વિશે મીડિયા દ્વારા જાગૃતિ લાવી હતી.

વિરાગ અનમાસ્કીંગ વીઆઇપી પુસ્તકના લેખક પણ છે. ગયા વર્ષે લોકડાઉન સમયે તેણે આ પુસ્તક લખ્યું હતું. ગુપ્તાએ આ પુસ્તકમાં કહ્યું છે કે આ નેતાઓ જેઓ માસ્ક લગાડ્યા વિના ચૂંટણી રેલીઓનું નેતૃત્વ કરે છે, તે કરોડો દેશવાસીઓ અને અર્થતંત્રને મોટો ખતરો આપી શકે છે. એક તરફ, જ્યારે માસ્ક પહેરવા બદલ દંડ લાદવા બદલ સામાન્ય માણસની ધરપકડ કરવામાં આવી રહી છે, તો બીજી તરફ નેતાઓ માસ્ક લગાડ્યા વિના મોટી રેલીઓ અને રોડ શો કરી રહ્યા છે.

આ પુસ્તકમાં, માસ્ક પહેર્યા વિના રેલીઓમાં અભિયાન ચલાવતા નેતાઓના ફોટા તરીકે પુરાવા આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં, સામાન્ય લોકો પર લાદવામાં આવેલી જંગી રકમના દંડની રાજ્યવાર વિગતો પણ આપવામાં આવી છે.

દિલ્હી પોલીસે એપ્રિલથી જુલાઈ 2020 સુધીમાં રૂ. 2.4 કરોડ રૂપિયા આમ જાણતા પાસેથી નિયમો ના ભંગ બદલ ઉઘરાવ્યા હતા. સામાન્ય લોકો પાસેથી દંડ તરીકે ગત નવેમ્બર માસમાં ફરીથી ગાઇડલાઇન્સ રજૂ થયા બાદ માત્ર 5 દિવસમાં દોઢ કરોડ રૂપિયા ઉઘરાવ્યા હતા. બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશને રૂ .16.77 કરોડ રૂપિયા 20 એપ્રિલથી 23 ડિસેમ્બર સુધી માં ઉઘરાવ્યા હતા. જૂન 2020 માં, તામિલનાડુ રાજ્યની પોલીસે બે કરોડ રૂપિયા વસુલયા હતા. જો બધા રાજ્યોની યાદી જોઈએ તો એ હજી લાંબી છે.

[quads id=1]

Related Articles

Back to top button