દુનિયા મા તમને બધા જ પ્રકારના લોકો મળી રહેશે. ઘણા લોકો ખરાબ કામ કરીને અન્ય લોકોની બદદુઆ ભેગી કરતા હોય છે, જ્યારે ઘણા લોકો સારા કામ કરીને લોકોની સારી દુઆઓ ભેગી કરતા હોય છે. એવા સમાચાર તમે ઘણી વખત સાંભળ્યા હશે કે જ્યારે પત્નીનું નિધન થઇ જાય પછી વિધવાને તેના સાસરાવાળા હેરાન કરતા હોય છે અને તેના પર અત્યાચાર કરતા હોય છે. ઘણી વખત તો આવા વિધવા બહેનોને આવા ઘરમાં રહેવું પણ મુશ્કેલ થઈ જાય છે. આજે અમે તમને મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લાના એક એવા પરિવાર વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ કે જેણે કરેલા આ કામ ની ચર્ચા આજે બધી જગ્યાએ થઈ રહી છે.
અહીં ઝ્યોંતેશ્વર મંવઈ ગામ ના ડેપ્યુટી રેન્જર પદ થી રીટાયર થયેલ રવિ શંકર સોની ના પુત્ર સંજય સોની નું એક માર્ગ અકસ્માત મા મૃત્યુ નીપજ્યું હતું. મૃતક ને બે દીકરીઓ હતી. દીકરા સંજય ના મૃત્યુ બાદ આખા ઘર મા શોક નો માહોલ છવાઈ ગયો હતો. એમાં પણ વિધવા વહુ પર શું વીતતી હશે એ શબ્દો થી વર્ણન કરવું મુશ્કેલ છે.
પતિ ના અકાળે મૃત્યુ ને લીધે તેં અંદર થી સાવ ભાંગી પડી હતી. રવિ શંકર સોની એ એવુ જણાવ્યું કે તેમના દીકરા ના લગ્ન 2008 મા સરિતા સાથે થયાં હતા. તેમને સંતાન મા 9 વર્ષ ની અને 11 વર્ષની એમ બે દીકરીઓ હતી. 25 સપ્ટેમ્બરે સંજય નું માર્ગ અકસ્માત મા નિધન થયું હતું.
ત્યારબાદ રવિ શંકરે એક ઐતિહાસિક પગલું ભર્યું. તેમને વહુ ના પિતા અને ભાઈ ને નવો સંબંધ ગોતવા માટે કહ્યું. પોતે પણ ઘણી જગ્યા એ વિધવા વહુ માટે નવું ઘર ગોતવા મહેનત શરુ કરી. ઘણા બધા સંબંધો જોઈ ને આખરે તેમને જબલપુર ના એક વેપારી રાજેશ સોની સાથે સંબંધ નક્કી કર્યો. રાજેશ સોની ની પત્ની નું માર્ગ અકસ્માત મા 3 વર્ષ પેલા મૃત્યુ થયું હતું. તેમને સંતાન ના નામે કઈ હતું નઈ.
રવિ શંકર સોની એ દીકરી ની જેમ પોતાની પુત્રવધુ ને વિદાય આપી. તેને પોતાના દીકરાની કાર વહુ ના નામે કરી દીધી. આ ઉપરાંત પુત્ર ના મૃત્યુ બાદ આવેલ વિમાની રકમ ના રૂપિયા, ઘરેણાંઓ પણ આપ્યા અને સાથે સાથે બંને દીકરીઓ ના નામે એફડી પણ કરાવી દીધી. સસરા રવિશંકર એ રાજેશ સોની સાથે વિધવા વહુ ના લગ્ન કરાવી દીધા. રાજેશ સોની ને જબલપુર મા રેસ્ટોરન્ટ અને ટ્રાન્સપોર્ટ નો ધંધો છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…