ગુજરાતના મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનો ત્રણ મહિનાનો બાળક ધૈર્યરાજ એક ગંભીર બીમારી સામે લડાઇ લડી રહ્યો છે. જેનો ખર્ચ આશરે 16 કરોડ કહેવામાં આવે છે. ત્યારપછી તેના માતાપિતા દ્વારા તેની મદદ માટે લોકો સમક્ષ રજૂઆત કરી હતી. જેને સારો સપોર્ટ મળતા ગુજરાત સહિત ઘણી જગ્યાએથી લોકો ધર્યરાજ ને શક્ય મદદ કરવામાં આવી રહી છે.
આ ત્રણ વર્ષીય બાળક જન્મ જાતથી આ જ બીમારીનો શિકાર છે. તેને હાલમાં SMA-1 નામની એક બીમારી છે. જે રંગસૂત્ર- 5ની નળીમાં ખામી હોવાને લીધે પેદા થાય છે. આ આપણા શરીરમાં ન્યૂરોન્સ જાળવી રાખવાનું કામ કરે છે. જો આપણા શરીરમાં ન્યૂરોન્સ સારા પ્રમાણમાં હોય તો વ્યક્તિ સ્વસ્થ રહે છે. તેની વિરુદ્ધ જો ન્યૂરોન્સ સંતુલિત ના હોય તો કરોડરજ્જુ ની સમસ્યા પેદા થાય છે.
આવામાં અમદાવાદના બીજા બે બાળકો પણ વિચિત્ર સમસ્યાઓથી પસાર થઈ રહ્યા છે. તેઓની બીમારી એકદમ દુર્લભ છે અને તેઓનો ખર્ચ પણ આશરે 22 કરોડ અને 14 કરોડ સુધી માનવામાં આવે છે.
અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં રહેતા હુમાયું ચંદનવાલાની દીકરી આર્શીયા સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફીની દુર્લભ રોગથી પીડાય રહી છે અને એવું કહેવામાં આવે છે કે આ રોગ દૂર કરવા માટે આશરે 14 કરોડ ખર્ચ થઇ શકે છે. આ સિવાય અમદાવાદની બીજી બાળકી અયાના પણ આવી જ એક દુર્લભ બીમારીથી પીડિત છે. જેને ધૈર્યરાજ જેવી જ બીમારી છે. જોકે તેને SMA Type – 1 નહિ પંરતુ SMA Type – 2 ની બીમારી છે.
અયાનાની આ બીમારીની દવા આશરે 22 કરોડ રૂપિયાની આવે છે. જેનું એક ઇન્જેક્શન 22 કરોડનું આવે છે અને તેને વિદેશથી મંગાવવું પડે છે.