ત્રણ માસના માસુમ બાળક ધૈર્યરાજને બચાવવા માટે હવે સિતારાઓ પણ સામે આવી રહ્યા છે. હાલમાં રવીન્દ્ર જાડેજા ની પત્ની રિવાબા જાડેજાએ પણ માસૂમ બાળકનો જીવ બચાવવા માટે નમ્ર અપીલ કરી છે. તેઓએ તેમના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેમને લખ્યું છે કે માનવતા માટે હું આપ બધાને વિનંતી કરું છું કે, આપ ડોનેશન માટે એક સ્ટેપ આગળ આવો. આપના થી શક્ય તેટલી મદદ કરો, જેના થકી આપણે કોઈકની મહામૂલી જીંદગી બચાવી શકીએ.
રિવાબા દ્વારા કરવામાં આવેલી પોસ્ટ પર ફટાફટ લાઈક અને શેર વધી રહ્યા છે. આ સાથે લોકો કોમેન્ટ કરીને પોતાના અભિપ્રાય પણ આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ધૈર્યરાજને બચાવવા માટે હાલ સુધીમાં 6.22 કરોડ રૂપિયા ભેગા થયા છે.
જાણવા મળ્યું છે કે ધૈર્યરાજને બચાવવા માટે ઘણા લોકો આગળ આવી રહ્યા છે. જેમાં સેલિબ્રિટી પણ પાછળ નથી. વિવિધ સમાજ અને સંસ્થાના લોકો પણ શક્ય મદદ માટે કોશિશ કરી રહ્યા છે. રાજકોટ ખાતે કરણી સેના દ્વારા વિવિધ સ્થળોએ ડોનેશન બોક્સ મૂકવામાં આવી રહ્યા છે, જેના લીધે લોકો તેમની શક્ય મદદ કરી શકે છે.
તમને જણાવી દઈએ કે રીબડાના રાજદીપ સિંહ પણ ધૈર્યરાજને મદદ કરતા તેવો એક વીડિયો પણ સામે આવ્યો છે. હકીકતમાં 8મી માર્ચે ધૈર્યરાજ સિંહના માતા પિતા રાજદીપ સિંહ ના ઘરે મળવા માટે ગયા હતા, જેના પછી રાજદીપ સિંહ બાળકની મદદ માટે અપીલ કરતો હોય તેમ નજરી પડી રહ્યા છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…