ગયા ઘણા સમયથી ધૈર્યરાજ નામના બાળકની સારવાર માટે એક પહેલ ચલાવવામાં આવી રહી છે. જેમાં લોકો દિલ ખોલીને દાન કરી રહ્યા છે. હા, લોકો તેમને શક્ય ધનરાશિ ઓનલાઇન અને ઓફલાઈન બંને રીતે આપી રહ્યા છે.
ગુજરાતના મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનો ત્રણ મહિનાનો બાળક ધૈર્યરાજ એક ગંભીર બીમારી સામે લડાઇ લડી રહ્યો છે. જેનો ખર્ચ આશરે 16 કરોડ કહેવામાં આવે છે. ત્યારપછી તેના માતાપિતા દ્વારા તેની મદદ માટે લોકો સમક્ષ રજૂઆત કરી હતી. જેને સારો સપોર્ટ મળતા ગુજરાત સહિત ઘણી જગ્યાએથી લોકો ધર્યરાજ ને શક્ય મદદ કરવામાં આવી રહી છે.
આ ત્રણ વર્ષીય બાળક જન્મ જાતથી આ જ બીમારીનો શિકાર છે. તેને હાલમાં SMA-1 નામની એક બીમારી છે. જે રંગસૂત્ર- 5ની નળીમાં ખામી હોવાને લીધે પેદા થાય છે. આવામાં તેની મદદ માટે અમદાવાદ નો એક પટેલ પરિવાર સામે આવ્યો છે.
અમદાવાદના થલતેજ વિસ્તારમાં નિવાસ કરતા પહેલા પરિવારનો પુત્ર નીશીતનુ અવસાન થયું હતું. જેને મોલની સામે એક્સિડન્ટ માં જીવ ગુમાવ્યો હતો. આવામાં તેનો પરિવાર એકદમ દુઃખની સ્થિતિમાં છે. આવામાં તેઓએ આ દુઃખની ઘડીમાં મદદ કરવા માટે હાથ લાંબો કર્યો છે. હા, તેઓએ મૃત્યુ પછી તેમના પરિવારને મદદ માટે મળેલા ખાનગી પૈસા દાન આપવાનું વિચારી રહ્યા છે.
આ સિવાય ધૈર્યરાજ સિંહ માટે એક અનોખો વ્યક્તિ પણ સામે આવ્યો છે. જે બાળકને અનોખી રીતે મદદ કરવા માંગતો હતો અને તેણે આ માટે પોતાની સોનાની વીંટી પણ દાન કરી દીધી છે. જોકે તે પોતાની ઓળખ ગુપ્ત રાખવા માંગતો હતો પંરતુ તેની એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.