ધૈર્યરાજ માટે આવી ગયું આટલું દાન, હવે તેની દવા કરવા માટે જરૂરી રહેશે આટલા રૂપિયા….
મહીસાગર નો 3 મહિનાનો ધૈર્યરાજ દેખાવમાં તો એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત લાગે છે પંરતુ જ્યારે તે જન્મ્યો ત્યારથી તેના કોઈપણ ભાગનું હલચલન ના થવાને લીધે માતાપિતા એ ડોકટરને બતાવવાનું નક્કી કર્યું હતું.
ધૈર્યરાજ SMA – 1 નામની બીમારીથી પીડાઈ રહ્યો છે અને આ બિમારીથી રાહત મેળવવા માટે આશરે 16 કરોડ રૂપિયાની જરૂર છે. જેના ભાગરૂપે લોકો ગુજરાતના વિવિધ સ્થળોએ થી પૈસા ઉઘરાવી રહ્યા છે. આ સાથે બાળકના માતા પિતા પણ વિવિધ NGOની મુલાકાત લઈને પૈસા ભેગા કરી રહ્યા છે.
હાલ સુધીમાં ધૈર્યરાજને બચાવવા માટે વિવિધ ફંડ ભેગુ કરવામાં આવી રહ્યું છે. તમારી માહિતી માટે જણાવી દઈએ કે આ માસૂમ બાળકનો જીવ બચાવવા માટે અત્યાર સુધી 7 કરોડ જેટલું દાન એકઠું થઇ ગયું છે અને હવે તેને બચાવવા માટે 3 મહિના જેટલો જ સમય બાકી છે.
આ માસૂમ બાળકનો જીવ બચાવવા માટે ગુજરાતના વિવિધ કલાકારો, રાજકીય નેતાઓ આવી રહ્યા છે અને આ બાળકનો જીવ બચાવવા માટે દાન આપી રહ્યા છે. હાલમાં બાળકનો જીવ બચાવવા માટે પચાસ ટકા પૈસા ભેગા થઈ ગયા છે. આવામાં તમે પણ તમારી યથાશક્તી પ્રમાણે દાન કરી શકો છો.