ગુજરાત રાજ્યમાં હાલમાં એક ત્રણ મહિનાના માસૂમ બાળક ધૈર્યરાજ સિંહને લઈને ઘણી વાતો જાણવા મળી રહી છે. પંચમહાલ જિલ્લાના ગોધરામાં વસવાટ કરતા ધૈર્યરાજનો પરિવાર ઘણા સમયથી તેમના ત્રણ મહિનાના બાળકની દવા કરાવવા માટે મહેનત કરી રહ્યો છે.
આ ત્રણ વર્ષીય બાળકને SMA -1 નામની જટિલ બીમારી છે. હાલમાં આ બીમારીના થોડાક લક્ષણ સામે આવ્યા છે. આ બીમારી આશરે 10,000 બાળકોમાં કોઈ એકને જોવા મળે છે. જેના લીધે પીડિત વ્યક્તિ એકદમ સશક્ત બની જાય છે અને જાતે ઉભો પણ થઇ શકતો નથી. તેના દરેક સ્નાયુઓ અડગ થઇ જાય છે. આ બીમારી નાની ઉંમરે ઓછી હોવા મળે છે પંરતુ જેમ જેમ ઉંમર વધે છે, તેમ તેમ આ બીમારીની અસર પણ વધે છે.
આ બીમારી ગુજરાતના ધૈર્યરાજ સિંહને પણ થઇ ગઇ છે. જોકે તેનો ઉપચાર પણ બહુ મોંઘો છે. તેના ઈલાજ માટે એક ઇન્જેક્શન 22.5 કરોડનું આવે છે. જેના પરથી સરકાર દ્વારા ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો છે અને તે હાલમાં 16 કરોડ રૂપિયામાં મળી રહે છે. આ ઇન્જેક્શન બહારથી મંગાવવામાં આવે છે. આ સાથે પૈસાની સગવડ ના થતા ગુજરાત રાજ્યમાં એક મુહિમ ચલાવવામાં આવી રહી છે. જેમાં શહેરથી લઈને ગામડા સુધીના મોટાભાગના લોકો આ નાનકડા બાળકનો જીવ બચાવવા માટે પૈસા થકી દાન આપી રહ્યા છે.
ધૈર્યરાજ સિંહને બચાવવા માટે તેના માતા પિતા દ્વારા અપીલ કરવામાં આવી છે. જેના લીધે ઘણા લોકો તેમને દાન આપી રહ્યા છે. જેમાં સામાન્ય માણસથી લઈને રાજકારણીઓ, નેતાઓ, કલાકારો પણ સામે આવીને ઈચ્છિત દાન આપી રહ્યા છે. આ સિવાય ઘણા લોકો તેમના સંગઠનો, યુવક મંડળો, સામાજિક સંસ્થાઓ દ્વારા પૈસા એકઠા કરીને દાન આપી રહ્યા છે.
ધૈર્યરાજ સિંહને બચાવવા માટે હાલમાં વિવિધ જગ્યાએથી દાન આપવામાં આવી રહ્યું છે. જોકે તેને દાન માટે આશરે 16 કરોડની જરૂર છે, જેમાંથી 11,15,27,542 રૂપિયા દાન મળી ગયું છે. હા , હવે થોડાક જ કરોડ ખૂટે છે. ખરેખર ગુજરાત વાસીઓએ નાનકડા બાળ ધૈર્યરાજ સિંહને બચવવા માટે દાનનો દરિયો વહાવી દિધો છે.