દેશ

IPL 2021: રાજસ્થાન રોયલ્સ સામે મેચ દરમિયાન ડેવિડ વોર્નર ની એવી તસવીરો થઈ વાયરલ કે જે તમને પણ ભાવુક બનાવી દેશે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2021 માં હજી સુધી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે કુલ સાત મેચ રમી છે, જેમાંથી તે ફક્ત એકમાં જ જીત્યુ, જ્યારે તે છ વખત હાર્યું છે. સાતમી મેચ પહેલા ડેવિડ વોર્નર પાસે થી કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી અને તેની જગ્યાએ કેન વિલિયમસનને નવા કેપ્ટન બનાવવામાં આવ્યા.

એટલું જ નહીં, વોર્નરને રાજસ્થાન રોયલ્સ સામેની પ્લેઇંગ ઇલેવનમાં પણ સ્થાન મળ્યું નથી. મેચ દરમિયાન, વોર્નર મેદાન પર ખેલાડીઓ માટે ડ્રિંક્સ લઇને અને બાઉન્ડ્રીની બહાર બોલ એકઠા કરતો જોવા મળ્યો હતો. ચાહકો આનાથી ખૂબ નારાજ છે અને ચાહકોએ પોતાનો ગુસ્સો ટીમ મેનેજમેન્ટ પર ઠાલવ્યો હતો.

સનરાઇઝર્સ હૈદરાબાદએ વોર્નરની કેપ્ટનશીપ હેઠળ આઈપીએલનો ખિતાબ જીત્યો છે અને આ ફ્રેન્ચાઇઝી ટીમમાં સૌથી વધુ રન બનાવનારો ખેલાડી પણ છે. વિલિયમસન, કોચ ટ્રેવર બેલિસ અને માર્ગદર્શક ટોમ મૂડીએ તેમની કેપ્ટનશીપ અને પ્લેઇંગ ઇલેવનમાંથી હટાવવાની વાત કરી છે.

વિલિયમસને કહ્યું, ‘વિજય માટે વધારે પડતા ચિંતા કરવાને બદલે, આપણે આગળ કેવી રીતે આગળ વધવું જોઈએ, તેના પર ધ્યાન આપવું પડશે. વોર્નર એક વર્લ્ડ ક્લાસ ખેલાડી છે અને અમે ઘણા વિકલ્પોની ચર્ચા કરી રહ્યા છીએ, મને ખાતરી છે કે આ વિશે ઘણી ચર્ચા થશે. રાજસ્થાન રોયલ્સ સામેની મેચ દરમિયાન વોર્નરની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

ઘણા લોકો એ ટ્વિટર પર પણ ટ્વિટ કરી ને પોતાની નારાજગી દર્શાવી હતી. તેમાં લખ્યું છે કે ઇંડિયન પ્રીમિયર લીગ માટે આ એક કાળો દિવસ છે.

 

[quads id=1]

Related Articles

Back to top button