લાઈફસ્ટાઈલ

દેશના સૌથી મોટા અમીર સેલિબ્રિટીના બાળક છે મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વી, કઈંક આવી હશે તેમની લાઈફ સ્ટાઇલ..

દેશના સૌથી ધનિક અને શક્તિશાળી પરિવાર વિશે વાત કરવામાં આવે તો આ યાદીમાં અંબાણી પરિવારનું નામ ટોચ પર આવે છે. 10 ડિસેમ્બર 2020 ના રોજ આકાશ અંબાણી અને શ્લોકા મહેતા મમી-પપ્પા બન્યા હતા. મુકેશ અને નીતા અંબાણીએ તેમના પૌત્રનું નામ ‘પૃથ્વી આકાશ અંબાણી’ રાખ્યું છે.

મુકેશ અંબાણી દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ છે અને તેઓ એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ તરીકે નામના ધરાવે છે. આવી સ્થિતિમાં તેમના પૌત્ર પૃથ્વી અંબાણીની જીવનશૈલી કેટલી ભવ્ય અને આલિશાન હશે, તેના વિશે આપણા જેવા સામાન્ય લોકો અનુમાન પણ કરી શકતા નથી.

મુકેશ અંબાણીનો બિઝનેસ દુનિયાભરમાં ફેલાયેલો છે. પૃથ્વીના પિતા આકાશ અંબાણીથી માંડીને મમ્મી શ્લોકા મહેતા સુધી દરેકને બિઝનેસ જગતમાં કામ કર્યું છે.

અંબાણી પરિવારના ભારત સાથે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની હસ્તીઓ સાથે ખૂબ સારા સંબંધ છે. આવી સ્થિતિમાં પૃથ્વી અંબાણી આ હસ્તીઓ વચ્ચે મોટા થવાના છે.

રાજકીય સંપર્કો

રાજકારણની દુનિયામાં પણ અંબાણી પરિવારના સારા સંબંધો છે. અંબાણી પરિવારમાં યોજાનારા વિશેષ સમારોહમાં રાજકીય વિશ્વના તમામ જાણીતા ચહેરાઓ ખાસ મહેમાન તરીકે પહોંચે છે. અંબાણી પરિવારના ફક્ત ભારત સાથે જ નહીં પરંતુ હિલેરી અને બિલ ક્લિન્ટન, યુએનના ભૂતપૂર્વ સેક્રેટરી-જનરલ બાન કી મૂન અને બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન ટોની બ્લેર જેવા વિદેશી નેતાઓ સાથે પણ મજબૂત અને સૌમ્ય સંબંધો છે. તેના પરથી સ્પષ્ટ છે કે પૃથ્વીને પણ તેના પરિવારના આ રાજકીય સંદર્ભોનો લાભ મળશે.

ફિલ્મ અને રમતગમતની દુનિયાના સિતારાઓ સાથે સંબંધ

રમતગમતની દુનિયા હોય કે ફિલ્મ જગત, અંબાણી પરિવારનો જલવો સર્વત્ર છે. અંબાણી પરિવારના જાણીતા બોલિવૂડ સ્ટાર્સ સાથે ખૂબ ગાઢ સંબંધ ધરાવે છે. શાહરૂખ ખાન, કરણ જોહર, બચ્ચન પરિવાર, કપૂર પરિવાર આ બધા સ્ટાર્સ અંબાણી પરિવારના દરેક ફંક્શનમાં પરિવારના સભ્યો જેવા છે. નીતા અંબાણીની સ્કૂલ ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી ઘણી ફિલ્મ હસ્તીઓના બાળકો અભ્યાસ કરે છે. આના પરથી સ્પષ્ટ થાય છે પૃથ્વીને આનો લાભ થશે.

સરળ જીવન

ભારતના ધનિક વ્યક્તિ હોવા છતાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી તેમના બાળકોને એવી રીતે ઉછરે છે કે આકાશ, ઇશા અને અનંત અંબાણી હંમેશાં જમીન સાથે સંકળાયેલા છે. માતાપિતાની જેમ તેમના પણ ત્રણ બાળકો સામાજિક કાર્યમાં હંમેશા આગળ હોય છે. સમગ્ર અંબાણી પરિવાર દરેક કામમાં ભાગ લે છે અને હવે પૃથ્વી અંબાણીને પણ આ જ પ્રકારનો ઉછેરનો લાભ મળશે.

[quads id=1]

Related Articles

Back to top button