દેશની આ સીટીમાં 10 દિવસમાં 499 બાળકો કોરોના પોઝીટીવ આવતા સરકાર દ્વારા ભરવામાં આવ્યું મહત્વનું પગલું
બેંગ્લોરમાં ઓગસ્ટના પ્રથમ 10 દિવસ જ 499 બાળકો કોરોના પોઝિટિવ સામે આવ્યા છે. આટલી મોટી સંખ્યામાં બાળકો કોરોના સંક્રમિત આવવાની સાથે માતા-પિતાની ચિંતાઓમાં વધારો થયો છે. રાજ્યમાં આટલી મોટી સંખ્યામાં બાળકો કોરોના સંક્રમિત આવવાથી હાહાકાર સર્જાઈ ગયો છે. જ્યારે અનેક લોકો દ્વારા ત્રીજી લહેરના કારણે બાળકો કોરોનાથી સંક્રમિત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે, 9 વર્ષ સુધીની ઉંમરના લગભગ 88 બાળકો અને 10 થી 19 વર્ષની ઉંમર ધરાવનાર 305 બાળકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જ્યારે છેલ્લાં પાંચ દિવસોમાં 499 કેસમાંથી 263 નવા કેસ નોંધાયા છે. જેમાં 88 બાળકો 9 વર્ષની વચ્ચેના અને 175 બાળકો 10 થી 19 વર્ષની ઉંમરની વચ્ચેના રહેલા છે.
સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આ ઘટનાક્રમને ચિંતાજનક સ્થિતિ ગણવામાં આવી રહી છે અને સંક્રમણને રોકવા માટે સખત પગલાં લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય વિભાગના સૂત્રો દ્વારા કહેવામાં આવ્યું છે કે, આવનારા થોડા અઠવાડિયામાં આ સંખ્યા વધીને ત્રણ ઘણી વધી થઈ શકે છે.
તાજેતરના આંકડા મુજબ, જે બાળકો કોરોના સંક્રમિત થયા છે એમાંથી 106 બાળકોની ઉંમર 9 વર્ષથી પણ ઓછી રહેલી છે. જ્યારે 136 બાળકો 9 થી 19 વર્ષની ઉંમરની વચ્ચેના પણ રહેલા છે. જ્યારે કેટલાક મીડિયા રિપોર્ટ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા 16 ઓગસ્ટથી આંશિક લોકડાઉન પણ લગાવવામાં આવી શકે છે.
જ્યારે કર્ણાટક સરકાર દ્વારા આ રાજ્યોની નજીકમાં આવેલા જિલ્લાઓમાં નાઈટ અને વીકેન્ડ કરફ્યૂ લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. તેની સાથે માત્ર આરટી પીસીઆર સર્ટિફિકેટવાળા યાત્રીઓને જ અવરજવરની મંજુરી અપાઈ છે. આ દરમિયાન નવા મુખ્યમંત્રી બાસવરાજ બોમ્મઈ દર મહિને 65 લાખના બદલે 1 કરોડ વેક્સીન ડોઝ પૂરા પાડવાનું વચન આપ્યું છે.તેની સાથે માતા-પિતાને પણ સલાહ આપવામાં આવી છે કે, પહેલા તેઓ કોવિડના બંને ડોઝ લગાવે અને પછી પોતાના બાળકોની સારી રીતે સંભાળ રાખે. તેની સાથે ભીડભાડવાળી જગ્યાઓથી બાળકો દૂર રાખે.